લક્ષ્મણપુરી (ઉત્તરપ્રદેશ) ખાતે મસ્જિદની સામે લક્ષ્મણની મૂર્તિ ઊભી કરવાના પ્રસ્તાવને મુસલમાનોનો વિરોધ

  લક્ષ્મણપુરી (ઉત્તરપ્રદેશ) – ઉત્તરપ્રદેશની રાજધાની લક્ષ્મણપુરી (લખનૌ) સ્થિત ટિલેવાલી મસ્જિદ સામેના લાલ પુલ નજીક નગરપાલિકાની જગ્યા પર લક્ષ્મણજીની એક ભવ્ય મૂર્તિ ઊભી કરવાના પ્રસ્તાવને લક્ષ્મણપુરી નગરપાલિકાએ માન્યતા આપી છે. આ મૂર્તિ ઊભી કરવા માટે મુસલમાન ધર્મગુરુઓ દ્વારા વિરોધ કરવાનું ચાલુ થયું છે.
મૌલાના ઇમામ શાહ ફજર્લુરહેમાને કહ્યું કે, ઈદ અને અન્ય ઇસ્લામી તહેવારો સમયે લાખો મુસલમાન મસ્જિદ સામે નમાજપઠણ કરે છે. જો મસ્જિદની બહાર લક્ષ્મણની મૂર્તિ ઊભી કરવામાં આવશે, તો મુસલમાન તે સમયે નમાજપઠણ કરી શકશે નહીં. પાલિકાએ સદર નિર્ણય ફેરવવો; કારણકે મૂર્તિ ઊભી કરવાથી અહીંની શાંતિમાં જોખમ નિર્માણ થઈ શકે છે. (મૂર્તિ ઊભી કરવાથી શાંતિ ભંગ થવા માટે કોણ જોખમકારક બનવાનું છે, તે મૌલાનાએ કહેવું જોઈએ.)

Categories News