બંગાળ સ્થિત તળાવમાં હાથ અને પગ બાંધેલી સ્થિતિમાં ભાજપ કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યો !

તૃણમૂલ કૉંગ્રેસે હત્યા કરી હોવાનો ભાજપનો આરોપ

મુર્શિદાબાદ (બંગાળ) – ભાજપના ૫૪ વર્ષના કાર્યકર્તા ધર્મરાજ હાજરાનો મૃતદેહ હાથ અને પગ બાંધેલી સ્થિતિમાં અહીંના શક્તિપુરા નામક ગામના એક તળાવમાં મળી આવ્યો છે. આ પહેલાં ગત માસમાં પુરૂલિયા જિલ્લામાં ભાજપના બે કાર્યકર્તાઓનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. તે માટે ભાજપે તૃણમૂલ કૉંગ્રેસ પર હત્યાનો આરોપ કર્યો હતો. ભાજપના જિલ્લાધ્યક્ષ ગૌરી શંકર ઘોષએ આરોપ કર્યો છે કે, હાજરાને પંચાયત ચૂંટણી સમયે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓ દ્વારા ધમકી મળતી હતી. તે જ લોકોએ હાજરાની હત્યા કરીને તેમનો મૃતદેહ તળાવમાં ફેંકી દીધો છે.

Categories News