સપ્તમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશનમાં વિવિધ હિંદુત્વનિષ્ઠોએ ઠાલવેલી હૈયાવરાળ !

હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાના કાર્યમાં કરણી સેના તમારી સાથે છે !
– લોકેંદ્રસિંહ કાલવી, સંસ્થાપક, શ્રી રજપૂત કરણી સેના

મહારાણા પ્રતાપ એ તે સમયે હિંદુ રાષ્ટ્રનો સંકલ્પ કર્યો હતો અને તે સંકલ્પ આપણે બધા મળીને પૂર્ણ કરીએ. હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાના કાર્યમાં કરણી સેનાના ૯ લાખ ૯૪ સહસ્ર સદસ્યો આપની સાથે ઊભા છીએ. હિંદુ જનજાગૃતિ સમિતિએ ‘અમારે શું કરવાનું છે ?’ તેનો આદેશ આપવો. અમે બધા કર્તવ્ય અને ધર્મકાર્ય તરીકે તેમાં સહભાગી થઈશું, એવું જાજ્વલ્ય પ્રતિપાદન જોધપૂર (રાજસ્થાન) ખાતેના રજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી. લોકેંદ્રસિંહ કાલવીએ કર્યું.
———————————

તામિલનાડુમાં તામિલો અને હિંદુઓને જુદા કરવાનું ષડયંત્ર !
– અર્જુન સંપથ, સંસ્થાપક અધ્યક્ષ, હિંદુ મક્કલ કત્છી, તામલિનાડુ

તામિલનાડુની વર્તમાન સ્થિતિ હિંદુ ધર્મ અને હિંદુઓના વિરોધમાં છે. વર્તમાનમાં ત્યાં ખ્રિસ્તીઓનો પ્રભાવ વધી રહ્યો છે અને તે પ્રભાવ ચર્ચ સાથે જ વિવિધ ગામો, રાજકીય પક્ષો અને નેતાઓ પર પણ દેખાઈ રહ્યો છે. તેને કારણે તામિલનાડુમાં આવેલી રામ રથયાત્રાને ત્યાંના કેટલાક પક્ષો અને તેમના નેતાઓએ વિરોધ કર્યો. એમ હોવા છતાં રથયાત્રા યશસ્વી થઈ. વર્તમાનમાં તામિલનાડુ ‘ફેસિસ્ટ’ રાજ્ય થયું છે અને ‘તામિલો અને હિંદુઓ જુદા છે’, એવો અપપ્રચાર ફેલાવવાનું ષડ્યંત્ર ચાલુ છે, એવું પ્રતિપાદન હિંદુ મક્કલ કત્છીના સંસ્થાપક અધ્યક્ષ શ્રી. અર્જુન સંપથએ કર્યું.
——————-

વર્ષ ૨૦૧૯ પહેલાં જો રામમંદિર નહીં બંધાય, તો ભાજપનો ત્યાગ કરીશ !
– ટી. રાજાસિંહ, પ્રખર હિંદુત્વનિષ્ઠ અને ભાજપના ધારાસભ્ય

ભાગ્યનગર (આંધ્રપ્રદેશ) – જો વર્ષ ૨૦૧૯ સુધી ભાજપ સરકાર અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બાંધશે નહીં, તો હું પક્ષનો ત્યાગ કરીશ, એવી ચેતવણી ભાજપના ગોશામહલ ખાતેના મતદારસંઘના ધારાસભ્ય અને પ્રખર હિંદુત્વનિષ્ઠ શ્રી. ટી. રાજાસિંહે ફેસબુક પર હિંદુત્વનિષ્ઠોને ઉદ્દેશીને પ્રસારિત કરેલી એક ચિત્રફીત દ્વારા આપી. અમે સામાજિક માધ્યમો દ્વારા અમારી ભૂમિકા વડાપ્રધાન મોદી સુધી પહોંચાડતા રહીશું અને તેમને કહેશું કે, દેશના ૧૦૦ કરોડ હિંદુઓ તેમની સાથે છે.
————————

જમ્મુને પણ મુસલમાન બહુસંખ્ય કરવાનું ષડ્યંત્ર ! – રાહુલ કૌલ, યૂથ ફૉર પનૂન કાશ્મીર

રામનાથી (ગોવા) – જેહાદી કટ્ટરતાવાદીઓની કાર્યવાહીઓ દ્વારા હવે હિંદુબહુસંખ્ય જમ્મુ ક્ષેત્રને પણ સકંજામાં લેવાનો પ્રારંભ કર્યો છે. એવી જાણકારી ‘યૂથ ફૉર પનૂન કાશ્મીર’ના શ્રી. રાહુલ કૌલે એક પત્રકાર પરિષદમાં આપી.
શ્રી. કૌલે ઉમેર્યું, ‘રાજ્યસરકારે એક ધોરણ દ્વારા જમ્મુ ખાતે મુસલમાનોની લોકસંખ્યા મોટા પ્રમાણમાં વૃદ્ધિંગત કરવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. ત્યાં ‘ગુજ્જર અને બકરવાલ મુસલમાન લોકોને વનક્ષેત્રમાં અને સરકારી જગ્યાઓ પર અતિક્રમણ કરીને વસવાટ કરવા માટે સંમતિ આપવી’, આ બાબત સરકારનું અધિકૃત વલણ છે ! રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સહેજતાથી પ્રવેશ કરીને વસાહતો નિર્માણ કરી રહ્યા છે. સ્થાનિક સરકાર તેમને બધા પ્રકારની સગવડો પૂરી પાડી રહી છે.’
———————————-

વીરશૈવ લિંગાયતોનો સનાતન ધર્મથી છેડો ફાડવાનું ષડ્યંત્ર સહન કરીશ નહીં !
– ડૉ. વિજય જંગમ, રાષ્ટ્રીય પ્રવક્તા, અખિલ ભારતીય વીરશૈવ લિંગાયત મહાસંઘ, મુંબઈ

વર્તમાનમાં હિંદુ ધર્મને તોડવાનું ષડયંત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલુ છે અને તે માટે દેશની અનેક સંગઠનોને વિદેશમાંથી પૈસો પુરવવામાં આવે છે. વીરશૈવ લિંગાયત આ જુદુ ધર્મ હોવાને બદલે તે સનાતન હિંદુ ધર્મનું જ અવિભાજ્ય અંગ છે. વીરશૈવ લિંગાયત સમાજને હિંદુ ધર્મથી જુદુ કરવાનું ષડ્યંત્ર વર્તમાનમાં ચાલુ છે. કર્ણાટકમાં ચૂંટણીના સમયે કૉંગ્રેસે ‘ અને રાજ કરો’ આ નીતિનો આધાર લઈને મત મેળવવા માટે લિંગાયત સમાજને સ્વતંત્ર ધર્મની માન્યતા આપી. એવું હોવા છતાં પણ અમે લિંગાયત સમાજને જુદુ કરવાનું ષડ્યંત્ર સહન નહીં કરીએ. તેનો તીવ્ર વિરોધ કરીશું. વીરશૈવ લિંગાયત એ હિંદુ હતા, છે અને આ પછી પણ રહેશે જ ! લિંગાયતોને હિંદુ ધર્મથી તોડવાનું ષડ્યંત્ર રોકવા માટે હિંદુ રાષ્ટ આવશ્યક છે. ભાજપને વર્ષ ૨૦૧૯ની ચૂંટણી માટેના જાહેરનામામાં વિકાસને બદલે ‘ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું વચન આપવું’.
——————–

જાતિ સંસ્થાના માધ્યમ દ્વારા ધર્મ અને
સંસ્કૃતિના રક્ષણાર્થે માન્યવરોએ વ્યક્ત કરેલા વિચાર !

મંદિરમાં પૂજા વિશે નિર્ણય લેનારી સરકાર મસ્જિદ અને ચર્ચમાં ક્યારે પણ માથું મારે છે ખરી ?
– ઉદય મહા, અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસંઘ, અકોલા મહારાષ્ટ્ર.

મહારાષ્ટ્રના સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક કોલ્હાપુર સ્થિત મહાલક્ષ્મીજીના મંદિરમાં બ્રાહ્મણ પૂજારીને પૂજા કરવાનો અધિકાર છે. ગત દોઢ વર્ષથી પૂજારીનો આ અધિકાર સમાપ્ત કરવાનું ષડ્યંત્ર ચાલુ છે અને વર્તમાનમાં તેમના અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. મંદિરમાં પૂજા વિશે નિર્ણય લેનારી સરકાર મસ્જિદ અને ચર્ચમાં ક્રમવાર કયો મૌલવી અને પાદરી કામ કરશે તે ક્યારે પણ નક્કી કરે છે ખરી ? ‘સંપ્રદાયના માધ્યમ દ્વારા ધર્મ અને સંસ્કૃતિ રક્ષણ’, આ વિશે શ્રી. મહા બોલી રહ્યા હતા.
————-

શત્રુ સામે હોય ત્યારે આત્મબળ કરતાં વધારે મોટું બળ નથી !
– સરદાર કૃણાલ શ્રીવાસ્તવ, શ્રીરામ યુવા સેના, મનસૌર, મધ્યપ્રદેશ.

વર્તમાન સ્થિતિમાં હિંદુત્વનું કાર્ય કરતી વેળાએ સૌપ્રથમ પોલીસ અને પ્રશાસન અડચણો ઊભી કરે છે. અમે અમારા જ દેશમાં ૬ ડિસેંબરના દિવસે ‘ભગવો દિવસ’ ઊજવી શકતા નથી. પોલીસ હિંદુત્વનિષ્ઠો પર ગુના નોંધવાની ધમકી આપે છે. તેને કારણે જ આપણે આપસમાં ઝગડવાનું છોડી દઈને સંગઠિત થવું જોઈએ, આત્મબળ વધારવું જોઈએ.
———————–

‘રાષ્ટ્ર અને ધર્મના રક્ષણાર્થે યુવકોનું સંગઠન’, આ વિશે હિંદુત્વનિષ્ઠોએ પ્રસ્તુત કરેલા વિચાર

હિંદુ જનજાગૃતિ સમિતિના શિબિરને કારણે યુવકોનું પ્રભાવી સંગઠન સંભવ !
– શ્રી. અતુલ જેસવાની, હિંદુ સેવા પરિષદ, જબલપૂર, મધ્યપ્રદેશ.

હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓએ તેમના કાર્યકર્તાઓ માટે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના માર્ગદર્શન હેઠળ શિબિરો આયોજિત કરવા જોઈએ. તેમાંથી તેમનામાં રાષ્ટ્રભક્તિ, ધર્મપ્રેમ અને નેતૃત્વગુણો નિર્માણ થશે. તેને કારણે સંગઠનનું કાર્ય અનેક ગણું વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે, તેમજ સંગઠના પણ વધારે બળશાળી બને છે. સાધના શીખવવાથી આધ્યાત્મિક બળ પ્રાપ્ત થઈને કાર્ય કરવાની ઉર્જા મળે છે. હિંદુ સેવા પરિષદે યુવકો માટે આવા શિબિરોનું આયોજન કર્યું હતું. તેને કારણે યુવકોનું સંગઠન થઈને પરિષદની ગદાયાત્રામાં ૧૫ થી ૨૦ યુવકો સહભાગી થયા હતા.
————

જો હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરીએ, તો હિંદુઓની સર્વ સમસ્યાઓ ઉકેલાશે ! – વિનોદ યાદવ, ભોપાળ, મધ્યપ્રદેશ.

હિંદુત્વનિષ્ઠ પક્ષનું રાજ્ય આવ્યું; એટલે રામરાજ્ય આવ્યું, એમ નથી. તે માટે રાજ્યમાંના લોકો સાત્ત્વિક હોવા જોઈએ. સાત્ત્વિક સમાજની નિર્મિતિ માટે તેમને સાધના કહેવાનું આવશ્યક છે. સાત્ત્વિક સમાજ નિર્માણ થાય, તો હિંદુ રાષ્ટ્રની સ્થાપના થશે. એક એક સમસ્યા ઉકેલવા કરતાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાથી હિંદુઓની સર્વ સમસ્યાઓ ઉકેલાશે.

 

Categories News