ગુરુપૂર્ણિમા નું મહત્ત્વ

મહત્ત્વ

હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ અનન્યસાધારણ કહ્યું છે. તેથી જ અષાઢ પૂર્ણિમાને દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. તેને જ ગુરુપૂર્ણિમા તેમ જ વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. વ્યાસ મુનિએ માનવજાત પર કરેલા જ્ઞાનદાનના ઉપકાર મહાન છે. વ્યાસ મુનિએ આપેલા જ્ઞાનને કારણે માનવી પોતાના કર્મબંધનમાંથી મુક્ત થાય છે.

   અસતો મા સદ્ગમય  તમસો મા જ્યોતિર્ગમય  મૃત્યોર્મા ડ મૃતં ગમય ॥

  આ શ્લોકમાં એક વિજ્ઞાન છે. તે એમ છે કે, આ માયારૂપી જગત્માં જડ અને ચૈતન્ય દ્વારા કાર્ય થતું હોય છે. આવરણ એ જડ, અસત્, તમસ અને નાશ પામનારું છે, જ્યારે તેની અંદર રહેલું ચૈતન્ય એ સત્, જ્યોતિર્મય, પ્રકાશમય, સ્વસંવેદ્ય, ચૈતન્યમય અને અમર, કાયમસ્વરૂપી આનંદમય છે. જડસ્વરૂપ સગુણ આ તો કેવળ સાધન છે. તેથી ગુરુ આ જગત્ની, આ માયાની સત્યસ્થિતિનું શિષ્યને ભાન કરાવીને અમરરૂપી આત્મતત્ત્વ ભણી તેને લઈ જાય છે. આ મહાન કાર્ય ગુરુકૃપાને કારણે બની શકે છે.

ગુરુ શિષ્યને અસત્ય એવા માયાના પાશમાંથી મુક્ત કરીને તેને સત્ય એવા આત્મતત્ત્વ ભણી દોરી જાય છે. વાસ્તવિક માયા આ સાધન છે અને તે જ સત્ય છે, એવા ભ્રમરૂપી અજ્ઞાનમાંથી ગુરુ તેને પોતાના આત્મજ્ઞાન દ્વારા આત્મપ્રકાશ ભણી દોરી જાય છે. શરીરના મોહને કારણે ‘શરીર અમર રહેવું જોઈએ’, એવું તે સમજતો હોવાથી તેને સતત મૃત્યુનો ભય રહે છે. આવા મૃત્યુનો ભય રહેલા શિષ્યને ગુરુદેવ આત્મરૂપી અમર તત્ત્વ ભણી લઈ જાય છે.

તેથી જ ગુરુદેવને ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:  ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥’ એમ બોલીને નમસ્કાર કરે છે. ગુરુ, આ તો તત્ત્વ છે. તે ઈશ્વરસ્વરૂપ હોવાથી એ જ બ્રહ્મ, સર્વવ્યાપક એવું વિષ્ણુસ્વરૂપ, તેમ જ શંકર છે. ગુરુ, સાક્ષાત પરબ્રહ્મ છે. તેથી હું આવા પરબ્રહ્મસ્વરૂપ ગુરુને નમસ્કાર કરું છું.

જીવતત્ત્વ જ્યારે ભૂતલ પર જન્મે છે, ત્યારે તે આગળ જતાં માયાના પ્રભાવને કારણે માયાને જ સત્ય સમજી લઈને તેના સકંજામાં સપડાઈને કાર્ય કરવા લાગે છે. કળિયુગમાં તેને માતા-પિતા સત્યની જાણ કરી આપતા નથી તેમ જ સમાજ પણ માયામાં સપડાયો હોવાથી સત્યનાં દર્શન કરાવી આપતો નથી. કેવળ ગુરુ, કે જેમને સત્યનો બોધ થયો છે, તેઓ જ તે જીવને સાધનામાર્ગ દ્વારા સત્યની અનુભૂતિ કરાવી આપે છે.

ગુરુ મહાન કે દેવ ?

ગુરુ મહાન કે દેવને કહેવું મહાન

કોને કરવા પ્રથમ નમન

મારાં મનને તો ગુરુ મહાન જણાય

જેમના કૃપાશીર્વાદ થકી ભગવાનનો ભેટો થાય ॥

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !

ઈશ્વર અને ગુરુદેવનું કાર્ય એક જ !

ગુરુદેવ એટલે જાણે કેમ પૃથ્વી પર અવતરેલા ચાલતા-બોલતા ઈશ્વર જ ન હોય ! ભક્તો પર સદૈવ કૃપાનો વરસાદ વરસાવનારા ઈશ્વર, સંત-સજ્જનોનું રક્ષણ અને ધર્મરક્ષણ માટે અસુરો પર શસ્ત્રોનો માર પણ વરસાવે છે. અસુરમર્દન અને ધર્મરક્ષણ કરનારા ઈશ્વરનું અન્ય રૂપ આપણે ભૂલી જઈએ છીએ. અંત:કરણમાંથી ઈશ્વર સાથે એકરૂપ થયેલાં ગુરુદેવ ઈશ્વરના આ ક્ષાત્રકાર્યથી અળગાં કેમ રહી શકે ભલા ?

રાષ્ટ્ર અને ધર્મરક્ષણની શીખામણ આપનારા ગુરુદેવના કાર્યનું સ્મરણ કરો  !

૧. આર્ય ચાણક્યએ તક્ષશિલા વિદ્યાપીઠમાં ‘આચાર્ય’ પદપર નિયુક્ત થયા પછી તેમણે કેવળ વિદ્યાદાનમાં જ ધન્યતા માની લેવાને બદલે, ચંદ્રગુપ્ત જેવા અનેક શિષ્યોને ક્ષાત્ર-ઉપાસના કરવાનો મહામંત્ર પ્રદાન કરીને તેમની પાસેથી પારકાં ગ્રીક લોકોનું હિંદુસ્થાન પરનું આક્રમણ વખોડી કાઢ્યું અને હિંદુસ્થાનને એકસંઘ બનાવ્યો.

૨. પ્રત્યક્ષ પ્રભુ શ્રીરામચંદ્રજીનાં દર્શન થયેલાં સમર્થ રામદાસસ્વામી કેવળ રામનામના જપમાં રમમાણ થવાને બદલે, સમાજે બળ-ઉપાસના કરવી, તે માટે તેમણે અનેક ઠેકાણે હનુમાનજીની સ્થાપના કરી અને શિવાજી મહારાજજીને અનુગ્રહ આપીને તેમની પાસેથી ‘હિંદવી સ્વરાજ્ય’ની સ્થાપના કરાવી લીધી.

૩. વર્તમાન કાળમાં થઈ ગયેલા સ્વામી વરદાનંદ ભારતી અને મહાયોગી ગુરુદેવ કાટેસ્વામીજી, આ પણ તેવા જ મહાન ગુરુદેવ હતા. ધર્મ અને અધ્યાત્મની શીખામણ આપતી વેળાએ જ આ મહાપુરુષોની લેખણી બની તલવાર, તે કેવળ રાષ્ટ્ર અને ધર્મના કર્તવ્યો વિશે નિદ્રાધીન રહેલાં હિંદુ સમાજને જાગૃત કરવા માટે જ !

આવા તો કંઈ કેટલાયે ગુરુજનો છે કે, જેમણે પોતાના આચાર-વિચારો દ્વારા પોતાના શિષ્યો અને સમાજ સામે પણ રાષ્ટ્ર અને ધર્મ રક્ષણના પવિત્ર કાર્યનો આદર્શ મૂક્યો છે.

ગુરુકૃપા એટલે શું ?

સાધના કરતાં કરતાં શિષ્યની, સાધકની સ્થિતિ ઉન્નત થતી જાય છે. ગુરુદેવના મનમાં તેના વિશે પ્રેમ નિર્માણ થઈને ‘તેની પ્રગતિ થવી જોઈએ’, એવું તેમને લાગે છે. આને જ ‘ગુરુકૃપા’ કહે છે. આ ગુરુકૃપા દ્વારા સાધકનો શરણાગત ભાવ વૃદ્ધિંગત થાય છે. આ ગુરુકૃપા તેના લોહી દ્વારા શરીરમાં કાર્ય કરવા લાગે છે. (જેવી રીતે ઇંજક્શન દ્વારા વહેલાં કાર્ય થાય છે, તે પ્રમાણે) તેની કુંડલિની શક્તિ જાગૃત થઈને તે તેનામાં રહેલા સ્વભાવદોષ અને અહમ્ ન્યૂન કરે છે. આવી રીતે તેને આનંદની અનુભૂતિ સતત થયા કરે છે. તેનો આધ્યાત્મિક સ્તર વધતા વધતા ગુરુ તેને પોતાની જેમ પરાત્પર ગુરુ કરે છે. પારસમણિના સ્પર્શથી લોઢુ પણ સુવર્ણમાં પરિવર્તીત થાય છે; પણ તેને પારસમણિ કરી શકાતો નથી; પણ ગુરુદેવનો મહિમા એવો છે કે, તે શિષ્યને પોતાના જેવો બનાવે છે.

ગુરુદેવની કૃપા થવા માટે ગુરુદેવને જ શરણ જઈએ !

ગુરુપૂર્ણિમાના દિવસે કરેલી સેવાનું ફળ ૧ સહસ્ર ગણું હોય છે. પણ ગુરુપૂર્ણિમાની સેવા કેવળ એક દિવસ હોતી નથી, તે આખું વર્ષ હોય છે. ત્યારે સાધકોએ સમગ્ર વર્ષ દરમ્યાન ઈશ્વરી સેવા તરીકે કરેલા કાર્યની ફળશ્રુતિ ગુરુદેવ ગુરુપૂર્ણિમાને દિવસે આપણને અનુભૂતિ દ્વારા આપે છે; તેથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ, મહિમા અગાધ છે. માનવીજીવનનું સાર્થક કરનારો, જન્મમૃત્યુના ફેરામાંથી છોડાવનારો, ઈશ્વરપ્રાપ્તિ કરી આપનારો આ દિવસ છે. તેથી સાધના દ્વારા સતત ઈશ્વરની સેવા તરીકે કાર્ય કરતાં રહેવાથી ગુરુદેવની કૃપા થાય છે. તે થવા માટે ગુરુદેવને જ શરણ જઈએ !

આ વર્ષે ગુરુપૂર્ણિમા ૨૭ જુલાઈના દિવસે છે.