સપ્તમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશનનું ઉદ્દઘાટન સત્ર

બ્રાહ્મતેજ દ્વારા ક્ષાત્રતેજ જાગૃત થવાથી ભારત સાથે જ જગત્માં ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના થશે !
– સ્વામી સંવિત્ સોમગિરિજી મહારાજ, મહંત, શ્રી લાલેશ્વર મહાદેવ મંદિર, રાજસ્થાન

ડાબેથી સદગુરુ (કુ.) અનુરાધા વાડેકર, સદગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળે, દીપપ્રજ્વલન કરતી વેળાએ મહંત સ્વામી સંવિત સોમગીરીજી મહારાજ અને સદગુરુ નંદકુમાર જાધવ

આજે અન્ય પંથીઓ તેમના ધર્મને માને છે; પણ હિંદુઓ સ્વધર્મને માનતા નથી. હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે હિંદુઓનું ચિંતન અને આત્મમંથન થઈને તેમનામાં બૌદ્ધિક સુસ્પષ્ટતા આવવી જોઈએ. તે માટે ધર્મ-ધારણા સ્પષ્ટ થવી આવશ્યક છે. આજે દેશમાંના હિંદુઓ કુપમંડૂક (કૂવામાંના દેડકા) બની ગયા છે. વર્તમાનમાં ચારેય દિશાઓ સળગી રહી છે અને મહિલાઓએ ઝાંસીનાં રાણી પ્રમાણે કૃતિપ્રવણ થઈને આગેવાની કરવાની આવશ્યકતા છે. દેશની અંતર્ગત અને દેશની બહારથી આક્રમણો થઈ રહ્યાં છે તેથી પોતાની સાથે જ સમાજનું અધ્યાત્મ દ્વારા ક્ષાત્રતેજ જાગૃત થવું જોઈએ. તે માટે હિંદુઓએ સ્વકર્તાપણું ત્યજીને અધર્મના વિરોધમાં કાર્ય કરવું જોઈએ. આ રીતે આપણે પોતાનામાંનો અગ્નિ જાગૃત કરીને ક્રમણ કરવાથી અંધ:કાર નષ્ટ થઈ શકે છે. તેથી હિંદુઓએ બ્રાહ્મતેજ દ્વારા ક્ષાત્રતેજ જાગૃત કરવાથી ભારત સાથે જ જગત્માં સર્વત્ર ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના થશે, એવી ઓજસ્વી વાણી દ્વારા શ્રી લાલેશ્વર મહાદેવ મંદિર, બિકાનેર (રાજસ્થાન)ના મહંત સ્વામી સંવિત્ સોમગિરિજી મહારાજજીએ ઉપસ્થિત હિંદુત્વનિષ્ઠોને માર્ગદર્શન કર્યું. તેઓ રામનાથી, ગોવા ખાતેના શ્રી રામનાથ દેવસ્થાનના શ્રી વિદ્યાધિરાજ સભાગૃહમાં આયોજિત કરેલા સપ્તમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશનના ઉદ્દઘાટન સત્રમાં ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે ક્ષાત્રતેજની ઉપાસનાની આવશ્યકતા’ આ વિષય પર બોલી રહ્યા હતા. અધિવેશનના આરંભમાં મહંત સ્વામી સંવિત્ સોમગિરિજી મહારાજ, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળે, સનાતન સંસ્થાના ધર્મપ્રસારક સદગુરુ (કુ.) અનુરાધા વાડેકર અને સદગુરુ નંદકુમાર જાધવજીના હસ્તે દીપપ્રજ્વલન કરવામાં આવ્યું. આ સમયે દેશ-વિદેશના ૧૫૦ કરતાં વધુ હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓના ૨૫૦ કરતાં વધુ ધર્મપ્રેમીઓ ઉપસ્થિત હતા. આ અધિવેશનમાં કાશ્મીરની સમસ્યા, કલમ ૩૭૦ રદ કરવી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા નિવાસી હિંદુઓ પર થઈ રહેલા અન્યાયના વિરોધમાં અવાજ ઊઠાવવો, રાષ્ટ્ર અને ધર્મ પર થનારા પ્રહારો રોકવા માટેના ઉપાય, હિંદુ રાષ્ટ્રની સ્થાપના વિશેની આગામી દિશા એવા વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
——————-

બંધારણમાંનો ‘ધર્મનિરપેક્ષતા’ આ શબ્દ દૂર
કરીને હિંદુ ધર્મને સંરક્ષણ આપો ! – સદગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળે

‘કટોકટીના કાળમાં બંધારણમાં ‘ધર્મનિરપેક્ષતા’ આ શબ્દ નાખવામાં આવ્યો; પણ આ શબ્દની આજ સુધી વ્યાખ્યા જ કરવામાં આવી નથી. ધર્મનિરપેક્ષતાનો મનફાવે તેવો અર્થ કરીને હિંદુઓ પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. બંધારણમાંનો આ શબ્દ દૂર કરીને સનાતન હિંદુ ધર્મને બંધારણીય સંરક્ષણ આપો’, એવી એકમુખથી માગણી હવે સમગ્ર દેશમાંથી કરવી જોઈએ, એવું પ્રતિપાદન હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેએ આ સમયે કર્યું.

  ભવિષ્યમાં ભારત અને નેપાળ સહિત સંપૂર્ણ પૃથ્વી પર
હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવા માટે અધિવેશનનું આયોજન ! – નાગેશ ગાડે

હિંદુ જનજાગૃતિ સમિતિના કેંદ્રીય સમન્વયક શ્રી. નાગેશ ગાડેએ અધિવેશનનો ઉદ્દેશ અવગત કરતી સમયે કહ્યું કે, જગતમાં ખ્રિસ્તી સમુદાયના ૧૫૨, ઇસ્લામી ૫૭, બૌધના ૧૨ રાષ્ટ્રો, જ્યારે જ્યૂ લોકોનું ‘ઇસ્રાયલ’ નામનું એક રાષ્ટ્ર છે. હિંદુઓનું માત્ર આ પૃથ્વી પર એક પણ રાષ્ટ્ર નથી. જાગતિક સ્તર પર આગામી ૫ વર્ષમાં ભારત અને નેપાળ આ બે હિંદુ રાષ્ટ્રો પુનર્સ્થાપિત થાય, આ ઉદ્દેશ થી વિચારમંથન થાય અને હિંદુ સંગઠનનું યોજનાબદ્ધ રીતે આ દિશામાં માર્ગક્રમણ થાય, એ જ આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ છે. હિંદુ રાષ્ટ્ર-સ્થાપના કેવળ ભારતપુરતી મર્યાદિત હોવાને બદલે વેદમંત્રમાં કહ્યા પ્રમાણે ‘સંપૂર્ણ પૃથ્વી એ એક રાષ્ટ્ર છે’ આ સમુદ્રવલયાંકિત પૃથ્વી પર ભવિષ્યમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાનું છે.