પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ગુરુપૂર્ણિમા માટે સંદેશ

ભારતને ફરીવાર ‘વિશ્વગુરુ’ બનાવવા માટે ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના કરો !

‘ગુરુપૂર્ણિમા એટલે ગુરુતત્ત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ ! સનાતન ધર્મમાંની જ્ઞાનપરંપરા ગુરુ-શિષ્ય પરંપરાના માધ્યમ દ્વારા પ્રવાહિત છે. આ પરંપરાએ ભારતને ‘વિશ્વગુરુ’ બનાવ્યો છે. ભારતના અધ્યાત્મ જગત્માં આજે પણ મહાન ગુરુ-શિષ્ય પરંપરા કાર્યરત છે. આજે સનાતન ધર્મને ભીષણ ગ્લાનિ આવી હોવા છતાં પણ વિવિધ ધર્મસંપ્રદાય, ધાર્મિક સંસ્થા ઇત્યાદિના માધ્યમ દ્વારા કાર્યરત ગુરુ-શિષ્ય પરંપરા ભારતની ગૌરવશાળી જ્ઞાનપરંપરા પ્રવાહિત રહે એ માટે પ્રયત્નરત છે. આ સર્વ પ્રયત્નો જ્ઞાનશક્તિના સ્તર પર ભલે હોય, છતાં પણ આજના કાળમાં ધર્મગ્લાનિ દૂર કરવા માટે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા ક્રિયાશક્તિથી કાર્ય કરવું એ કાળ અનુસાર આવશ્યક છે.

ભ્રષ્ટાચાર, અનૈતિક આચરણ, તેમજ સર્વ ક્ષેત્રોમાં ઉપરવટ થયેલો ઢોંગ એ ધર્મને ગ્લાનિ આવી હોવાના પ્રત્યક્ષ લક્ષણો છે. વિદ્યમાન લોકશાહી રાજ્યવ્યવસ્થા ધર્મવિહોણી હોવાથી આ ધર્મગ્લાનિ આવી છે. તેના ઉપર ઉપાય એકજ, એટલે ધર્માધિષ્ઠિત રાજ્યવ્યવસ્થા પુનર્સ્થાપિત કરવી. ટૂંકમાં ભારતમાં આજે ધર્માધિષ્ઠિત હિંદુ રાષ્ટ્રની (સનાતન ધર્મરાજ્યની) સ્થાપના કરવાની આવશ્યકતા છે. અનેક સંતોએ પ્રદાન કરેલા આધ્યાત્મિક સ્તર પરના યોગદાનને કારણે સૂક્ષ્મમાંથી હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવાના દિવસો હવે દૂર નથી. વર્ષ ૨૦૨૩માં ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થૂળમાંથી (પ્રત્યક્ષ) સ્થાપના થવાની છે. તે માટે વર્તમાન સ્થિતિમાં વિવિધ સંપ્રદાય, ધાર્મિક સંસ્થાઓ ઇત્યાદિ દ્વારા કાર્યરત ગુરુ-શિષ્ય પરંપરાઓએ ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવા માટે પ્રત્યક્ષ કાર્ય કરવાની આવશ્યકતા છે. આ કાળને અનુરૂપ ક્રિયાશક્તિના પ્રયત્નો દ્વારા જ સ્થૂળમાંથી હિંદુ રાષ્ટ્ર-સ્થાપના કરવી સંભવ બનશે. ભારતમાં સનાતન ધર્મ પુનર્સ્થાપિત થયા પછી જ ભારતમાંની જ્ઞાનશક્તિ ફરીવાર સમગ્ર જગત્માં પ્રવાહિત થશે અને ભારત સાચા અર્થથી ફરીવાર ‘વિશ્વગુરુ’ બનશે.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા. (ગુરુપૂર્ણિમા ૨૦૧૮)