પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના જન્મોત્સવ નિમિત્તે હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ સભાનું આયોજન !

‘કાશી કર્બલા હોતી, મથુરા મદિના હોતી, અગર શિવાજી ન હોતે
તો સુન્નત સબકી હોતી !!’- ‘હિંદુ વીરક્રાંતિ સેના’ના અધ્યક્ષ શ્રી. સુરેશભાઈ બારોટ

સભાનું સંબોધન કરતી વેળાએ પ્રમુખ વક્તા શ્રી. સુરેશભાઈ બારોટ

કર્ણાવતી (ગુજરાત) – અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૩ જૂનના દિવસે સમિતિના પ્રેરણાસ્થાન પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના જન્મોત્સવ નિમિત્તે હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું. સદર સભા માટે ‘હિંદુ વીરક્રાંતિ સેના’ના અધ્યક્ષ તેમજ ભારતીય સતર્કતા વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને ગૌરવાન્વિત શ્રી. સુરેશભાઈ બારોટ, પ્રમુખ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. આ સભામાં હિંદુત્વવાદીઓ, ધર્માભિમાનીઓ, વાચકો અને જિજ્ઞાસુઓએ ઉપસ્થિત રહીને પ્રતિસાદ આપ્યો.
શ્રી. બારોટે માર્ગદર્શન કરતી સમયે કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ જો ન હોત, તો હિંદુઓની શું દશા થઈ હોત, તે વિશે ન બોલીએ એ જ સારું. આજે પણ એવી જ સ્થિતિ નિર્માણ થઈ છે. મુસલમાનોને મદરેસામાં, ખ્રિસ્તીઓને શાળામાં ધર્મશિક્ષણ મળે છે. હિંદુઓને પણ તે મળવું જોઈએ, પણ મળતું નથી. છત્રપતિ શિવાજી મહારાજે જે રીતે માતા જિજાબાઈના માર્ગદર્શન હેઠળ ક્રમણ કર્યું તેવી જ રીતે આપણે પ.પૂ. ગુરુદેવજીના માર્ગદર્શન હેઠળ હિંદુ રાષ્ટ્ર માટે એકત્રિત થઈએ. હિંદુ રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવા માટે હિંદુઓનું સંગઠન થવું આવશ્યક છે. હિંદુત્વની વિચારધારા ધરાવનારા પ્રત્યેક જણે ૫ હિંદુઓને એકત્રિત કરવાથી ૫ ના ૫૦, ૫૦ ના ૫૦૦ … આ રીતે ૫ લાખ થવામાં વાર લાગશે નહીં.’

હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. ચંદ્રશેખર કદ્રેકરે સમિતિના વ્યાપક કાર્યની જાણકારી આપી. સનાતન સંસ્થાના શ્રી. પંકજ રામી અને હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. નિખિલ દરજીએ સભાનું સંબોધન કર્યું. સભાનું સૂત્રસંચાલન કુ. દુર્ગા કદ્રેકર અને સૌ. અંજુબેન ગજ્જરે કર્યું.

————–

હિંદુ જનજાગૃતિ સમિતિ વતી નવસારીમાં પ્રવચન

પ્રવચનનો લાભ લઈ રહેલા ધમાંભિમાનીઓ

  નવસારી – હિંદુ જનજાગૃતિ સમિતિનાં પ્રેરણાસ્થાન પરાત્પર ગુરૂ ડૉ. જયંત આઠવલેજીના જન્મોત્સવના પાવન અવસર પર હિંદુ જનજાગૃતિ સમિતિ વતી અહીં કૃષ્ણનગર, વિજલપોર ખાતે દિનાંક ૧૪ મે ના દિવસે ‘જીવનમાં સાધનાનું મહત્વ’ આ વિષય પર સમિતિના શ્રી. અશોક ગિરાસેએ પ્રવચન લીધું. આનો લાભ ૨૩ ધર્માભિમાનીઓએ લીધો.

——————

વડોદરામાં હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યને સંતોના આશીર્વાદ

૧. પ.પૂ. દંડીસ્વામી અનિરૂધ્ધાનંદ તીર્થજી મહારાજજીને ગ્રંથ બતાવતી સમયે હિંદુ જનજાગૃતિ સમિતિના સૌ. અંશૂ સંત
૨. પ.પૂ. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજજીને સનાતન પ્રભાત માસિક આપતી વેળાએ હિંદુ જનજાગૃતિ સમિતિના સૌ. અંશૂ સંત

  વડોદરા – અહીં વાડીસ્થિત શ્રી મહારૂદ્ર હનુમાન સંસ્થાનના ૧૨૫મા પાટોત્સવ વર્ષ નિમિત્તે ચેન્નઈથી આવેલા કૃષ્ણ યજુર્વેદના (તૈતરિય શાખા) ૧૬ વિદ્વાનો દ્વારા સામૂહિક ઘનપાઠનો કાર્યક્રમ ૨૬ મે ના દિવસે પ્રારંભ થયો. આ વૈદિક કાર્યક્રમ ૧૩ જૂન સુધી (૨૭૦ દિવસ) ચાલશે. આ નિમિત્તે હિંદુ જનજાગૃતિ સમિતિના સૌ. અંશૂ સંતે આ કાર્યક્રમના ગણમાન્ય અતિથિ પ.પૂ. દંડીસ્વામી અનિરૂધ્ધાનંદ તીર્થજી મહારાજ તથા પ.પૂ. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજજીના દર્શન લીધા અને તેમને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યની માહિતી આપી તેમજ પ.પૂ ગુરૂદેવજીનો જીવનદર્શન ગ્રંથ અને સનાતન પ્રભાત માસિક પણ આપ્યા. બન્ને સંતોએ સમિતિના ધર્મપ્રસાર અને સંગઠનનું કાર્ય જોઈને તે માટે આશીર્વાદ આપ્યા.