સંત પૂ. ઈંદ્રવદન શુક્લને થયેલી ગુરુપ્રાપ્તિ તેમજ ગુરુસેવામાં તેમને થયેલી અનુભૂતિઓ વિશેની જાણકારી !

વલસાડ જિલ્લાના વિઠ્ઠલભક્ત અને મોઢું જોઈને વ્યક્તિનું અચૂક ભવિષ્યકથન કરનારાં સંત પૂ. ઇંદ્રવદન શુક્લનો દેહત્યાગ ૨૩ મે ૨૦૧૮ના દિવસે થયો. તેમનો જન્મ ૯ જુલાઈ ૧૯૩૧ના દિવસે વલસાડ ખાતે થયો. તેઓ શ્રી વિઠ્ઠલ મંદિર, બગવાડા ખાતે રહેતા હતા.
સમાજસેવાની શરૂઆત : તેઓ જ્યોતિષશાસ્ત્ર દ્વારા લોકોને માર્ગદર્શન કરતા અને ૧૫.૪.૧૯૭૯ના દિવસે તેમણે જ્યોતિષ સલાહકેંદ્રની વલસાડ ખાતે સ્થાપના કરી. છેવટ સુધી તેમણે લોકોને અંત:કરણની પ્રેરણા મુજબ સલાહ આપી. તેઓ જ્યોતિષની સલાહ આપવાનો એક પણ પૈસો લેતા નહીં. પોતાની મરજીમાં હોય તો લોકો એમની પૂજાની ઓરડીમાં દક્ષિણા મૂકી જતા. તેમના કહેવા પ્રમાણે, ‘લોકો આવે છે. એમનું ભલું થાય એ જ ગાયત્રીમાતાને પ્રાર્થના કરું છું. માતા દરેકની મૂંઝવણ દૂર કરે છે અને દરેકની પ્રાર્થના સાંભળે છે.’

ગુરુપ્રાપ્તિ, ગુરુસેવામાં થયેલી અનુભૂતિઓ તેમજ ગુરુકૃપા
વિશે શ્રી. ઈંદ્રવદનભાઈ શુક્લના પોતાના શબ્દોમાં જાણી લઈએ

૧૯૫૪માં મારા પિતાશ્રીએ મને ગાયત્રી સાધના વિશે પુસ્તક અપ્યું અને કહ્યું કે ‘એની સમજીને સાધના કર’. આ પુસ્તક મથુરાવાસી પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ લખ્યું હતું. એ વાંચીને મેં ગાયત્રીની સાધના શરૂ કરી તે આજ સુધી શરૂ છે. એક પણ દિવસનો ખંડ પાડ્યા વગર અત્યાર સુધીમાં લાખો જપ થઈ ગયા હશે. મારો યજ્ઞોપવિત સંસ્કાર વલસાડ ખાતેના ખ્યાતનામ વિદ્વાન કર્મકાંડી શ્રી અંબાશંકર શુક્લના હાથે આપવામાં આવ્યું અને ગાયત્રીનો ઉપદેશ પણ તેમણે આપેલો. તે દરમિયાન ગાયત્રીના જપ શરૂ હતા જ પણ વધારેમાં વધારે પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું પુસ્તક વાંચ્યા પછી શરૂ કર્યા. મારા જૂના ઘરમાં મેં ગાયત્રી માતાની સ્થાપના કરી હતી. ત્યાં રાત્રે ૯ થી ૧૧ સુધી હું ગાયત્રીના જપ કરતો હતો. એક રાત્રે જપ ચાલુ હતા તે દરમિયાન તંદ્રા અવસ્થામાં માતા ગાયત્રીએ મને દર્શન આપ્યા. તે દિવસોમાં મારી સ્થિતિ ખૂબજ ગરીબ હતી. મા ગાયત્રીએ મને પૂછ્યું, ‘માંગ, તને શું માંગવું છે ? હું તને અત્યારે ૧ કરોડ રૂપિયા આપું, પણ તું તે સાચવી શકશે નહીં.’ મેં ક્હ્યું, ‘મને પૈસા નહીં જોઈએ, પરંતુ આપની કૃપા જોઈએ.’ પછી માતા ગાયત્રીએ મને ત્રણ મિનિટ સુધી દર્શન આપ્યા અને બોલ્યા, ‘તને તારા ૬૦ વર્ષ પૂરા થયા પછી પૈસાની આવક શરૂ થશે અને તારા બન્ને દિકરા પરદેશમાં રહીને તારી અને તારા પત્નીની ખૂબ જ કાળજી લેશે. એટલે જીવનની કોઈ ચિંતા કરવી નહીં.’

ગુરુસેવામાં થયેલી અનુભૂતિ

મથૂરા ખાતે ગાયત્રી તપોભૂમીમાં મારી સેવા આખા ગાયત્રી તપોભૂમીના કંપાઊંડને વાળવું, તેમજ બહારના લોકોને વૃંદાવન, ગોકુળ, ઇત્યાદિ જોવાલાયક સ્થળો બતાવવા, એમ હતી. એક દિવસ સુરતના બાબુલાલ શર્મા (લગેજ ઑફીસમાં ક્લાર્ક) આશ્રમમાં આવ્યા. ગુરુદેવે મને કહ્યું કે, ‘બાબુલાલ શર્માને વૃંદાવન, ગોકુળ, વગેરે જોવાલાયક સ્થળો બતાવી આવો.’ બાબુલાલ શર્માને મેં તૈયાર થઈ જવા કહ્યું. હું ઘોડાગાડીની વ્યવસ્થા કરવા બહાર નીકળ્યો. ત્યારે ૧૫-૧૬ વર્ષનો એક છોકરો (જે અત્યંત સુંદર દેખાતો હતો) તે દોડતો દોડતો આવ્યો અને મને કહ્યું, ‘તમારે વૃંદાવન જવા માટે હું ઘોડાગાડી લઈ આવ્યો છું.’ આ વાત થતી હતી ત્યારે બાબુલાલ દરવાજા આગળ આવી ગયા. મેં ક્હ્યું, ‘ઘોડાગાડી તૈયાર છે, બેસી જાવ.’ વૃંદાવનમાં એ છોકરાએ (જેનું નામ ગોપાલ હતું તેણે) અનેક સ્થળો બતાવ્યા અને પછી કહ્યું, ‘હું હમણા આવું છું.’ પાણીનો એક કુંજો પણ આપી ગયો. પણ એ પાછો આવ્યો જ નહીં. એટલે અમે ઘોડાગાડીમાં પાછા મથૂરા (ગાયત્રી તપોભૂમી) આવી ગયા. હમેંશાં ગુરુજી વહેલા ઘરે જતા હતા પરંતુ તે દિવસે રાત્રે ૭.૩૦ વાગે અમારી રાહ જોતા ઊભા હતા. અમે એમના દર્શને ગયા. ત્યારે તેમણે તરત જ પૂછ્યું, ‘કેમ કૃષ્ણ ભગવાને તમને વૃંદાવન- ગોકુળ બરાબર બતાવ્યું કે નહીં ?’ મેં કહ્યું, ‘ એ તો ગોપાળ નામનો છોકરો હતો.’ ગુરુજીએ હસીને કહ્યું કે, ‘ભાઈ, એ સાક્ષાત્ કૃષ્ણ ભગવાન હતા.’ હું ગુરુદેવના પગે પડ્યો. તે સમયે મારી ઉમર ૨૪ વર્ષની હતી અને ગુરુદેવની ઉમર ૪૫ વર્ષની હતી. મારા ગુરુદેવે ૨૪-૨૪ લાખના ૨૪ અનુષ્ઠાન કર્યા હતા. પોતે સિદ્ધ પુરુષ હતા.

ગુરુકૃપા

એક વખતે ગુરુદેવનો ગુજરાતમાં નવસારી ખાતે કાર્યક્રમ હતો અને બીજા દિવસે તેઓ બરોડા જવાના હતા. બીજે દિવસે નવસારીમાં જ્યાં એમનો કાર્યક્રમ હતો ત્યાં હું ગયો. સહસ્રો માણસો ભેગા થયા હતા. ગુરુદેવ મારાથી ખૂબ જ દૂર હતા છતાં તેઓ પોતે મારી પાસે આવ્યા અને આશીર્વાદ આપ્યા. મને કહ્યું, ‘ઇદ્રવદન, સતત ગાયત્રીના જાપ કર, એ સિવાય બીજું કઈ કરવાનું નથી અને બરોડા તારે આવવાનું નથી. તારી તમામ મૂશ્કેલીઓ મા ગાયત્રીને સોંપી દે. મા બધું સંભાળી લેશે.’ આવા હતા મારા ગુરુદેવ. તેમનો દેહત્યાગ ૮૯ વર્ષની ઉંમરે ગાયત્રીમંત્ર બોલતા બોલતા થયો.

અનૂભૂતિ

જાન્યુઆરી ૧૯૫૪માં મારા ગુરુજી પંડિત શ્રીરામ શર્માજીએ કહ્યું, ‘દિલ્લી જાવ’. તેમણે ૬૪ રૂપિયા આપેલા. દિલ્લી ગયા પછી મને ગુરુજીનો સંદેશો મળ્યો કે દિલ્લીથી ઋષિકેષ અને પછી તેનાથી પણ આગળ તમને જવાનું છે. તે પછી ગુરુજીના બીજા શિષ્ય મને ઋષિકેષ સુધી લઈ ગયા. પછી ઋષિકેષથી પૂર્વ દિશા ભણી (તિબેટ ભણી) અમે ચાલવા લાગ્યા. રસ્તામાં એક ઝુંપડી દેખાઈ. ઝુંપડીમાં અમને એક સાધુએ લાલ મીઠું સરબત પીવડાવ્યું. તે અમૃત જેવા સરબતનો સ્વાદ હજી મારા મોઢાં પર છે. સરબતથી મને શક્તિ પ્રાપ્ત થઈ. તે પછી એક છોકરાએ મને ઋષિ અનાદિ બાલા નારાયણી આશ્રમમાં (અબાના આશ્રમમાં) પહોંચાડ્યો. આશ્રમના ઋષિએ કહ્યું, ‘અહીં સાધના કરો. પણ જો ઘરની યાદ તને આવશે તો તરત જ તારે જવું પડશે.’ ત્યાં રહીને મેં ૧૮ દિવસ નિંદ્રાબોધિની સાધના કરી. અઢારમા દિવસે મને માતાની યાદ આવી. ઋષિએ તરત જ એક છોકરાને મોકલીને મને એમની પાસે બોલાવ્યો અને ઘેર જવા કહ્યું. પણ મારી પાસે હાથમાં પૈસા ન હતા અને કેવી રીતે જવાનું એ મને ખબર નહોતું. મારી મૂંઝવણ જાણીને ઋષિએ એમના એક શિષ્યને કશુંક કહ્યું. તે શિષ્ય મને આશ્રમથી ૨-૩ કિ.મી. આગળ જંગલમાં લઈ ગયા. ત્યાં એક સ્થાન પર ઊભા રહીને કહ્યુ કે ‘ક્યાં જવાની ઈચ્છા છે ? તેનું આંખ બંધ કરીને સ્મરણ કર. તું ત્યાં પહોંચી જઈશ.’ તે પ્રમાણે મેં મનમાં કહ્યું કે, ‘મારે બગવાડા ગામે જવું છે.’ બીજા ક્ષણમાં મેં આંખો ખોલી તો જોયું કે હું બગવાડા ગામ પહોંચી ગયો છું.

જાગૃત દેવસ્થાન (શ્રી વિઠ્ઠલ મંદિર, બગવાડ)ના પરચા

કોઈ કારણસર એક વેળા એક તાંત્રિક ભૂવા શ્રીવિઠ્ઠલ મંદિરમાં પધારવાના હતા. પરંતુ તે અંદર આવવાને બદલે મંદિરની બહાર જ ઊભા રહ્યા. અર્ધો કલાક બધાએ એમની રાહ જોઈ, પરંતુ તે અંદર આવ્યા નહીં. તેમને તે બાબતનું કારણ પૂછ્યું તો તેઓ બોલ્યા, ‘તમારા ઘર(મંદિર)ની આગળ શ્રીકૃષ્ણ ભગવાનની ચોકી છે. તો હું કેવી રીતે અંદર આવું?’ એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
– પૂ. ઇદ્રવદન શુક્લ

પૂ. ઇંદ્રવદન શુક્લએ વર્ણન કરેલું પ.પૂ. ડૉકટરજીનું શ્રેષ્ઠત્વ !

૨.૯.૨૦૧૫ ના દિવસે પૂ. ઇંદ્રવદન શુક્લને સનાતનના સંત સદગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળે મળ્યા. તે સમયે તેઓ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સાથે ભ્રમણભાષ પર બોલ્યા. ત્યાર પછી સદગુરુ પિંગળેકાકાએ ગોવા ખાતે થયેલા અખિલ ભારતીય હિંદૂ અધિવેશનના, તેમજ આશ્રમના છાયાચિત્રો તેમને દેખાડ્યા. ત્યારે પૂ. ઇંદ્રવદન શુક્લાએ જિજ્ઞાસુ વૃત્તિથી અનેક પ્રશ્નો પૂછ્યા. બધા છાયાચિત્રો જોયા પછી તેમને પુષ્કળ આનંદ થયો અને તેઓ આનંદથી સદગુરુ પિંગળેકાકાને ભેટી પડ્યા.

ખરાં સંત જ પ.પૂ. ડૉકટરજી જેવા ઉચ્ચ કોટિના સંતને જાણી શકે, આ પૂ. ઇંદ્રવદન શુક્લના નીચે આપેલા વિવેચન પરથી સમજાય છે.
૧. ‘જયંતભાઈ (પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી)એ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી, બીજા સુખી તો આપણે સુખી એમ હંમેશાં માન્યું છે.’
૨. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્ર સ્થાપનાની સંકલ્પના સાકાર થશે ! : ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે. નરેંદ્ર મોદીને પણ તે માન્ય કરવું પડશે.
૩. પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિને લીધે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડવું : ગોવા ખાતેનું સનાતન આશ્રમ એ સાક્ષાત ઋષિનું આશ્રમ છે. આશ્રમમાં સારી શક્તિઓ છે; પરંતુ તેને નષ્ટ કરવા માટે અનિષ્ટ શક્તિ આક્રમણ કરી રહી છે. મને સાક્ષાત સુદર્શનચક્ર આ આશ્રમનું રક્ષણ કરે છે, એમ દેખાય છે. સુદર્શનચક્ર કેવળ મહાવિષ્ણુ નારાયણ અર્થાત્ શ્રીકૃષ્ણના હાથમાં હોય છે, તો પછી તે ગોવાના (રામનાથી) આશ્રમના રક્ષણ માટે કેવી રીતે આવ્યું ? મે પહેલાં એવું કોઈ પણ આશ્રમમાં જોયું નથી. પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિ એટલી વધી ગઈ છે કે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડ્યું છે. હવે કોઈને પણ ગભરાવવાનું કારણ નથી. લીધે કેવળ એમનું (પ.પૂ. ડૉકટરજીનું) અને આશ્રમનું જ નહીં, પણ બધાજ સાધકોનું રક્ષણ થશે, એવા તે સર્વવ્યાપી છે, એની જાણીવ થશે.
૪. પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે ! : પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય ઘણું સારું છે. પ.પૂ. ડૉકટરજીએ સેવાનું જે વ્રત લીધું છે, તે સાધકોના ખભે છે. સાધકો હંમેશાં સેવારત રહેશે અને તેથી તેમનો ઉદ્ધાર થશે !’
– પૂ. ઇંદ્રવદન શુક્લ