ગુરુપૂર્ણિમા

વ્યાખ્યા   :  અષાઢ પૂર્ણિમાના દિવસને ગરુપૂર્ણિમા કહેવાય છે. ગુરુ વિશે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દરેક ગુરુના શિષ્ય આ દિવસે તેમની પાદ્યપૂજા કરે છે અને તેમને ગુરુદક્ષિણા અર્પણ કરે છે. આ દિવસે વ્યાસપૂજા કરવાની પરંપરા છે. વ્યાસમહર્ષિ શંકરાચાર્યના રૂપમાં ફરી અવતીર્ણ થયા, એવી ભાવિકોની શ્રદ્ધા છે. એટલા માટે સંન્યાસીઓ તે દિવસે વ્યાસપૂજા તરીકે શંકરાચાર્યની પૂજા કરે છે.

ગુરુનું  મહત્ત્વ :  દુ:ખી-પીડિત સંસારી જીવ ધર્માચરણનો આધાર લે, તો જ એમને જીવનમાં સુખ-શાંતિ મળશે, આ દેખાડવા માટે ઈશ્વર જ ગુરુરૂપમાં અવતાર લે છે. એટલું જ નહીં, પણ ભૂતલ પર ધર્મને થઈ રહેલી હાનિ રોકીને સમાજમાં ધર્મતેજની નિર્મિતિ માટે પણ ઈશ્વર અવતાર લે છે. આ જગત્માં આનંદમય જો કાંઈ હોય, તો તે કેવળ ઈશ્વરી તત્ત્વ છે. એટલે જ કે આનંદપ્રાપ્તિ થવા માટે આપણે ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વરપ્રાપ્તિ એટલે ઈશ્વર સાથે એકરૂપ થવું તથા ઈશ્વરના ગુણ પોતાનામાં લાવવા. ઈશ્વરપ્રાપ્તિ માટે શરીર, મન અને બુદ્ધિની સહાયતાથી પ્રત્યેક દિવસ ઓછામાં ઓછો બે-ત્રણ કલાક પ્રયત્ન કરવો, આને જ ‘સાધના’ કહેવાય છે. એકલાએ સાધના કરી લઈને સ્વબળ પર ઈશ્વરપ્રાપ્તિ કરી લેવાનું ઘણું કઠિન હોય છે. તેને બદલે અધ્યાત્મમાંની અધિકારી વ્યક્તિની, અર્થાત્ ગુરુ અથવા સંતની કૃપા, જો સંપાદન કરીએ, તો ઈશ્વરપ્રાપ્તિ વહેલાં થાય છે.

સાધનાનું મહત્ત્વ : સુખ મળે, તે માટે જ આપણા પૈકી પ્રત્યેકની પડાપડી હોય છે. સર્વોચ્ચ અને સાતત્યથી મળનારું સુખ એટલે આનંદ. ટૂંકમાં, આનંદપ્રાપ્તિ આ પ્રાણીમાત્રના જીવનનો એકમેવ હેતુ હોય છે. પણ તે કેવી રીતે મેળવવો, આ બાબત કોઈપણ શાળામાં અથવા મહાવિદ્યાલયમાં ભણાવવામાં આવતી નથી, તે કેવળ અધ્યાત્મશાસ્ત્ર જ શીખવે છે. આપણી આજુબાજુમાં, સમાજમાં અને દેશભરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર, ખૂન, બળાત્કાર, રમખાણો ઇત્યાદિ બાબતોથી આપણે હતાશ અને ઉદાસ બની જઈએ છીએ. તેની સામે સાક્ષીભાવથી કેવી રીતે જોવું, તે વિજ્ઞાન કહી શકતું નથી. આપણા જીવનમાંની અનંત અડચણો અને દુ:ખોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી. પણ અધ્યાત્મશાસ્ત્ર જ સર્વ સહન કરવાની ક્ષમતા કેવી રીતે વધારવી, તે આપણને શીખવે છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધના : સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ છે. અણુબૉંબ કરતાં પરમાણુબૉંબ પરિણામકારક હોય છે, તેવી રીતે જ ગુરુકૃપા સ્થૂળ કરતાં સૂક્ષ્મ દ્વારા અધિક કાર્ય કરે છે. કળિયુગમાં ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ આ ઝડપથી આધ્યાત્મિક ઉન્નતિ સાધ્ય કરી આપે છે. ગુરુકૃપાયોગમાં અન્ય સર્વ યોગ સમાયેલા હોય છે. ગુરુકૃપા અખંડ ટકાવી રાખવા માટે ગુરુદેવે કહેલી સાધના જીવનભર સાતત્યથી કરતાં રહેવાનું આવશ્યક હોય છે. એ જ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ એમ છે !

‘વ્યક્તિ તેટલી પ્રકૃતિઓ અને તેટલા સાધનામાર્ગ’, આ ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો સિદ્ધાંત છે. ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના પ્રમુખ તત્ત્વો આ પ્રમાણે છે.

૧. આવડત અને ક્ષમતા અનુસાર સાધના

૨. અનેકમાંથી એકમાં જવું

૩. સ્થૂળમાંથી સૂક્ષ્મ ભણી જવું

૪. સ્તર અનુસાર સાધના

૫. વર્ણ અનુસાર સાધના

૬. આશ્રમ અનુસાર સાધના

૭. કાળ અનુસાર સાધના

૮. તત્ત્વ અનુસાર સાધના.

ગુરુકૃપાયોગ અનુસાર સાધનામાં વ્યષ્ટિ સાધના (વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) અને સમષ્ટિ સાધના (સમાજની આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) આમ બે પ્રકારે સાધના કરવામાં આવે છે. વ્યષ્ટિ સાધનામાં કુળાચાર, ધર્માચરણ, સ્વભાવદોષ નિર્મૂલન, નામજપ, સત્સંગ, સત્સેવા, અહમ્-નિર્મૂલન, ત્યાગ, ભાવજાગૃતિ અને સાક્ષીભાવ આ સોપાન આવે છે, જ્યારે સમષ્ટિ સાધનામાં અધ્યાત્મપ્રસાર, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ, ક્ષાત્રધર્મ, પ્રીતિ અને અનિષ્ટ શક્તિઓના ત્રાસના નિવારણાર્થે નામજપ આ તબક્કાઓ આવે છે. કાળને અનુસરીને વ્યષ્ટિ સાધનાને ૩૦ ટકા અને સમષ્ટિ સાધનાને ૭૦ ટકા મહત્ત્વ છે.

ગુરુપૂર્ણિમાને દિવસે અન્ય કોઈપણ દિવસ કરતાં ગુરુતત્ત્વ ૧૦૦૦ ગણું વધારે કાર્યરત હોય છે; એટલા માટે શિષ્યોને ગુરુસેવાથી વધારે લાભ થાય છે.

ગુરુપૂજનની વિધિ : એક ધૂત વસ્ત્ર આગળ પાથરીને તેના પર ગંધ વડે પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ એવી બાર લીટીઓ દોરાય છે. તે જ વ્યાસપીઠ છે. પછી બ્રહ્મા, પરાત્પરશક્તિ, વ્યાસ, શુકદેવ, ગૌડપાદ, ગોવિંદસ્વામી અને શંકરાચાર્યનું તે વ્યાસપીઠ પર આવાહન કરીને તેમની ષોડશોપચારે પૂજા કરાય છે. આ જ દિવસે દીક્ષાગુરુ અને માતાપિતાની પણ પૂજા કરવાનો રિવાજ છે. તામિળ પ્રદેશમાં આ વ્યાસપૂજા જેઠ પૂર્ણિમાને દિવસે કરે છે. કુંકોણમ્ અને શૃંગેરી આ શંકરાચાર્યના દક્ષિણ ભારતના પ્રસિદ્ધ પીઠો છે. આ સ્થાને વ્યાસપૂજાનો મહોત્સવ થાય છે.

ગુરુપરંપરામાં વ્યાસને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવ્યા છે. સર્વ જ્ઞાનનો ઉગમ વ્યાસ પાસેથી જ થાય છે, એવી ભારતીયોની ધારણા છે.

ગુરુના કાર્યમાં  સહભાગ

પોતાની ક્ષમતા અનુસાર સહભાગી થવું, એ જ ખરી ગુરુદક્ષિણા છે. ગુરુપૂર્ણિમાના નિમિત્તે ધર્મસેવા અને ધર્મ માટે યોગદાન કરીને ગુરુકૃપા પ્રાપ્ત કરવાનો આ સુર્વણ અવસર ખોઈ ન બેસશો. આ વર્ષે ગુરુપૂર્ણિમા ૨૭ જુલાઈના દિવસે છે.

ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુતત્ત્વનો અધિક લાભ લેવા માટે આ કરો !

૧. ગુરુસેવા અથવા  ગુરુપૂર્ણિમા ઉત્સવકાર્યમાં યથાશક્તિ સહભાગી થાવ !

૨. પોતાના સગાંવહાલાં, મિત્રમંડળી, સહયોગી ઇત્યાદિને પણ  ગુરુપૂર્ણિમા મહોત્સવ વિશે કહો અને સંસ્કૃતિરક્ષાના અખંડ દીપકની અમરજ્યોત બનો !

૩. ગુરુતત્ત્વ ગ્રહણ કરવા માટે નામજપ અને ગુરુને પ્રાર્થના કરો !

૪. ગુરુકાર્ય/ધર્મપ્રસારકાર્ય માટે ધન અથવા અન્ય સ્વરૂપે ત્યાગ કરો !

ધર્મકાર્યમાં સહાભાગ એ જ સાચી ગુરુદક્ષિણા !

રાષ્ટ્ર તથા ધર્મકાર્ય હેતુ દાન જ ‘સત્પાત્રે દાન’ છે. આવું દાન ઈશ્વરચરણોમાં અર્પિત થવાથી તે ક્યારેય નિષ્ફળ જતું નથી. ધર્મકાર્યમાં આ સહભાગ ધર્માચરણ જ છે. ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ હેતુ યોગદાન આપવું, ગુરુદક્ષિણા જ છે ! શ્રી ગુરુ દ્વારા અપાયેલા જ્ઞાન તેમજ કૃપાનું ઋણ આપણે ચૂકવી શકતા નથી.