પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૬મા જન્મોત્સવ સમારંભ નિમિત્ત શ્રીવિષ્ણુના રૂપમાં સાધકોને દર્શન

ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં લખાયેલો અદ્વિતીય ભાવ સમારંભ !

  રામનાથી (ગોવા) – બ્રહ્માંડનાયક, જ્ઞાનગુરુ, રાષ્ટ્રગુરુ અને મોક્ષગુરુ તેમજ અનેક જીવોનો ઉદ્ધાર કરનારા પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ૭૬મો અદ્વિતીય જન્મોત્સવ સમારંભ પૃથ્વી પરના વૈકુંઠલોક સમા રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં સંપન્ન થયો. ભાવભક્તિમય અને ચૈતન્યમય, જન્મોત્સવ સમારંભ વૈશાખ વદ પક્ષ સાતમ, અર્થાત્ ૭ મે ના દિવસે સંપન્ન થયો. પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીએ મહર્ષિની આજ્ઞાથી જન્મોત્સવ નિમિત્ત શ્રીવિષ્ણુનું રૂપ ધારણ કર્યું હતું.

શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્મોત્સવ નિહાળવાનું સૌભાગ્ય સનાતનનાં સાધકોને મળ્યું હોવાથી વૈકુંઠલોકમાં જઈને સાક્ષાત્ મહાવિષ્ણુના દર્શન કરવાથી જે ફળ મળે છે, તે તેમને પ્રાપ્ત થશે ! – મહર્ષિ મયન

પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી

૧. સાધકોને ગુરુદેવજીનો જન્મોત્સવ નિહાળવાનું સૌભાગ્ય મળ્યું !

જન્મોત્સવ નિહાળવાનું સૌભાગ્ય સાધકોને મળ્યું છે. વૈકુંઠલોકમાં જઈને સાક્ષાત્ મહાવિષ્ણુના દર્શન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ સનાતનનાં સાધકોને ગુરુદેવજીના જન્મોત્સવ-દિવસે પ્રાપ્ત થશે. ૩૩ કરોડ દેવતાઓનાં આશીર્વાદથી, ચરાચરસૃષ્ટિના જીવોમાંના એક કે, જેઓ પૃથ્વી પર અધ્યાત્મના સર્વોચ્ચ શિખર તરીકે અવતીર્ણ થયા છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

૨. શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું મહર્ષિ મયન દ્વારા કરવામાં આવેલું વર્ણન !

૨ અ. દેવતા હોવા છતાં પણ માનવરૂપમાં પૃથ્વી પર રાજ્ય કરવા માટે પધારેલા શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ! : જેમનું મુખારવિંદ ઉગતા કમળ પ્રમાણે છે, જેમના નયન શ્રીકૃષ્ણ ભગવાન જેવા છે, જેમની શરીરકાંતિ કોટિ સૂર્યપ્રકાશ જેવી છે, જેમનું નિવાસસ્થાન વૈકુંઠ છે, જેમનાં ચરણ જ મોક્ષસ્થાન છે અને જે સ્વયં દેવતા હોવા છતાં પણ માનવરૂપમાં પૃથ્વી પર રાજ્ય કરવા માટે પધાર્યા છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
૨ આ. જેમના દર્શનમાત્રથી મહાદેવ ઇત્યાદિ દેવતાઓના દર્શનનું ફળ મળે છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ! : જેમના સહવાસમાં પરમાનંદ છે, જેમના કેવળ ચરણસ્પર્શથી ભૂમિના દોષ દૂર થઈને જેમના કેવળ દર્શનમાત્રથી મહાદેવ ઇત્યાદિ દેવતાઓના દર્શનનું ફળ મળે છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
૨ ઇ. જેમની પ્રાપ્તિ માટે પૃથ્વી પર જન્મ લેવામાં પણ આનંદ સમાયેલો છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ! : ભૂમિ પર જેમના વિશે લખાણ કરવું સર્વશ્રેષ્ઠ છે, જેમની કીર્તિના ગુણગાન કરવા પ્રશંસનીય છે, જેમની પ્રાપ્તિ માટે પૃથ્વી પર જન્મ લેવામાં પણ આનંદ સમાયેલો છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
૨ ઈ. જે ભક્ત-સાધકોને સહજતાથી દર્શન આપે છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ! : પોતાને અવતાર કહેવડાવનારા આજે અનેક લોકો પૃથ્વી પર છે, પરંતુ તેઓ અવતાર નથી. તેઓ ઈશ્વરને આત્મીય પણ નથી. જેમના દર્શન માટે દેવી-દેવતા, ઋષિ-મુનિ, ગંધર્વ ઇત્યાદિ દેવગણ આતુર રહે છે અને જે ભક્ત-સાધકોને સહજતાથી દર્શન આપે છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
૨ ઉ. જેમની ષ્ટિ જો કોઈ સાધક પર પડી જાય, તો તે જ ક્ષણે તેના સંચિતકર્મ નષ્ટ થઈ જાય છે અને તેને સકળ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે છે શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

૩. મહાવિષ્ણુ સાથે વૈકુંઠલોકમાં વાસ કરનારાં શ્રીદેવી અને ભૂદેવી દ્વારા ‘કાર્તિકપુત્રી ’ અને ‘ઉત્તરાપુત્રી’ તરીકે પૃથ્વી પર જન્મ લેવો

આ રીતે વર્ણિત મહાવિષ્ણુ સાથે વૈકુંઠલોકમાં વાસ કરનારાં શ્રીદેવી અને ભૂદેવીએ કાર્તિકપુત્રી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને ઉત્તરાપુત્રી સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળનાં રૂપોમાં પૃથ્વી પર જન્મ લીધો છે. આ ત્રણેય અવતારો પ્રત્યે નિરંતર કૃતજ્ઞતાભાવથી સેવા કરનારા, તેમના પર શ્રદ્ધા રાખનારા પૃથ્વી પરના સાધકોને ક્યારે પણ કોઈપણ વસ્તુની ઉણપ જણાશે નહીં, તેમના કુળનો ઉદ્ધાર જ થશે.

૪. મહર્ષિ મયન દ્વારા વર્ણિત ‘જયંત અવતાર’નો મહિમા !

આ ‘જયંત અવતાર’ પછી જ કલ્કી અવતાર થશે, એવું મહર્ષિએ સહસ્રો વર્ષ પહેલાં જ લખી રાખ્યું છે. દશ અવતારોમાં શ્રીકૃષ્ણ અને કલ્કીની વચમાંનો અવતાર જ વર્તમાન ‘જયંત અવતાર’ છે !
૪ અ. ‘જયંત અવતાર’ દશ અવતારોમાંથી એક ! : રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ કરવા માટે, તેમજ સાધકોના ઉદ્ધાર માટે અવતીર્ણ થયેલો આ ‘જયંત અવતાર’ દશ અવતારોમાંથી એક છે.
૪ આ. વિષ્ણુ જ છે ‘જયંત અવતાર’ ! : જે ૐકાર સ્વરૂપ છે અને જેમનો મહામેરૂ પર્વત છે, તે જ વિષ્ણુ ‘જયંત અવતાર’ છે, એવું અમે મહર્ષિઓ નિ:સંદેહ કહીએ છીએ.

૫. સાધકો, શ્રીમન્નારાયણને સામાન્ય માનવી રૂપમાં જોઈને છેતરાતા નહીં !

આવા શ્રીમન્નારાયણ સ્વરૂપ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્મોત્સવ ઊજવવાનું સૌભાગ્ય સાધકોને મળ્યું છે. સાધકોએ સદર આનંદવિભોર સમારંભને પોતાના જીવનનો ‘સ્વર્ણિમ કાર્યક્રમ’ માનવો. તે શ્રીમન્નારાયણને સામાન્ય માનવી રૂપમાં જોઈને છેતરાવું નહીં. જે સામાન્ય રૂપમાં અવતરિત થયા છે, તે ‘તે જ’ છે કે જેમણે હાથમાં શંખ, ચક્ર, ગદા ધારણ કરી છે અને જે અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી છે. ગુરુદેવના જન્મોત્સવ સમયે સાધકોનો જેવો ભાવ હશે, તેવા આશીર્વાદ તેમને મળશે, એવું અમે આ નાડીશાસ્ત્રમાં લખી રાખ્યું છે.
– મહર્ષિ મયન (પૂ. (ડૉ.) ૐ ઉલગનાથન્ ના માધ્યમ દ્વારા) (૫.૫.૨૦૧૮, સવારે ૯.૩૦)

જન્મોત્સવ નિમિત્ત શ્રીવિષ્ણુનો પહેરવેશ કરવાના આધારભૂત આધ્યાત્મિક કારણો અને કાર્યકારણભાવ !

‘સનાતન સંસ્થાની સ્થાપના પછી વર્ષ ૨૦૧૫ સુધી મારો જન્મદિવસ ઊજવવાની ઇચ્છા સાધકોએ વારંવાર વ્યક્ત કરી; પરંતુ સ્થૂળથી આવા કાર્યક્રમો ઊજવવાની ઇચ્છા ક્યારેય નહોતી. તેથી સાધકોની ઇચ્છા હોવા છતાં મેં કદીપણ જન્મદિવસ ઊજવ્યો નહીં. જ્યોતિષ-નાડીપટ્ટીમાં લાખો વર્ષો પહેલાં વિવિધ મહર્ષિઓએ લખેલા ભવિષ્ય અનુસાર તેમજ તેમના માર્ગદર્શન અનુસાર વર્ષ ૨૦૧૫થી મારો વિષ્ણુરૂપમાં જન્મોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. આ મારી મૂળ પ્રકૃતિને અનુરૂપ નથી. તે સંદર્ભમાં વિચાર કરતી વેળાએ મને આગળ જણાવેલાં સૂત્રો ધ્યાનમાં આવ્યા.
૧. અધ્યાત્મમાં સંતોની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું મહત્ત્વનું હોય છે તેમજ સ્વેચ્છાને બદલે પરેચ્છા શ્રેષ્ઠ હોય છે. તેથી એમ લાગ્યું કે મહર્ષિઓનું આજ્ઞાપાલન કરવાથી અધ્યાત્મમાંનું નવું કાંઈક શીખવા મળશે.
૨. આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત વ્યક્તિઓ દ્વારા દેવતાઓનો પહેરવેશ પરિધાન કરવાથી શું તેમના દેહ અને વાતાવરણ પર કાંઈ અસર થાય છે, આ વિશે વૈજ્ઞાનિક પ્રણાલીઓ દ્વારા સંશોધન કરવાની તક મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયને મળી.
૩. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ક્રમ અનુસાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું કાર્ય છે. મારું કાર્ય કળિયુગમાં સાત્ત્વિક સ્થિતિ જાળવી રાખવાનું, અર્થાત્ એક રીતે વિષ્ણુના કાર્યના અંશસ્વરૂપ છે. તેથી વિષ્ણુતત્ત્વ અંશરૂપથી તે કાર્ય માટે પ્રાપ્ત થાય છે. તેથી મહર્ષિ ‘વિષ્ણુ અવતાર‘ કહે છે. આ બાબત મારા શરીર સાથે નહીં, જ્યારે વિષ્ણુના અંશાત્મક કાર્ય સાથે સંબંધિત છે.‘
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

વાચકોને નિવેદન

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ‘હું અવતાર છું અથવા મેં અવતારી કાર્ય કરવાનો આરંભ કર્યો છે’, એવું કહ્યું નથી. ‘ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સ્વયં શ્રીવિષ્ણુના અવતાર છે’. એવું મહર્ષિઓએ જીવનાડીપટ્ટીમાં કહ્યું છે. સાધકો તેમજ સનાતન પ્રભાતના સંપાદકવર્ગનો મહર્ષિઓ પ્રતિ ભાવ હોવાથી અમે આ વિશેષ અંકનું લેખન પ્રકાશિત કરી રહ્યા છીએ. – સંપાદક

રામનાથી આશ્રમ ખાતે વિવિધ યજ્ઞ ભાવપૂર્ણ અને ચૈતન્યમય વાતાવરણમાં સંપન્ન

ડાબેથી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ, પૂર્ણાહુતિ આપતી સમયે સૌ. વૈષ્ણવી અને શ્રી. શ્રેયસ પિસોળકર તેમજ પુરોહિત

રામનાથી (ગોવા) – પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ૭૬મો જન્મોત્સવ વૈશાખ વદ પક્ષ સાતમ અર્થાત્ ૭ મેના દિવસે સંપન્ન થયો. નાડીવાચનમાં મહર્ષિ મયનના કહેવા અનુસાર આ જન્મોત્સવ માટે રામનાથી (ગોવા) સ્થિત સનાતન આશ્રમમાં દિનાંક ૪ થી ૭ મે ના સમયગાળામાં વેદબ્રાહ્મણો દ્વારા સંપન્ન ‘નવગ્રહ શાંતિ’, ’અઘોરાસ્ત્ર યાગ’, ‘ઉગ્રપ્રત્યંગિરા હોમ’, ’સંધિ શાંતિ’ અને ‘સામ્રાજ્યલક્ષ્મી યાગ’ આ રીતે ૫ યાગ કરાવવામાં આવ્યા.

સંપન્ન થયેલા યજ્ઞ અને તેમના ઉદ્દેશ

નવગ્રહ શાંતિ – સાધકોના જીવનમાં નડતરરૂપ નવગ્રહોની અડચણો નષ્ટ થાય તે માટે
અઘોરાસ્ત્ર યાગ, સંધિ શાંતિ અને ઉગ્રપ્રત્યંગિરા હોમ – હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી અડચણો તેમજ સાધકોની સમષ્ટિ સાધનામાં આવનારી અડચણો દૂર થાય તે માટે.
સામ્રાજ્યલક્ષ્મી યાગ – પૃથ્વી પર રામરાજ્યની સ્થાપના થાય, તે માટે.

જીવનાડી-પટ્ટી શું છે ?

અખિલ માનવજાતિ વિશે શિવ-પાવર્તી વચ્ચે જે સંવાદ થયો, તે સપ્તર્ષિઓએ સાંભળ્યો. તેમણે તે માનવજાતિના આધ્યાત્મિક કલ્યાણ માટે લાખો વર્ષો પહેલાં લખી રાખ્યો, એ જ છે નાડીભવિષ્ય ! આ તાડપત્રી પર લખવામાં આવ્યો છે. ‘જીવનાડી સજીવ હોય છે. તેનો શ્વાસોચ્છવાસ ચાલતો હોય છે. વાંચતી વેળાએ તેમાંના અક્ષરોમાં આપમેળે જ પરિવર્તન થાય છે. લાખો વર્ષો પહેલાં મહર્ષિઓ દ્વારા લખાયેલું નાડીભવિષ્ય વાંચનારા ઘણા ઓછા લોકો રહ્યા છે. આજે જગત્માં જીવનાડી વાંચી શકનારા એકમાત્ર વ્યક્તિ છે, તામિલનાડુના પૂ. ડૉ. ૐ ઉલગનાથન્જી !’
——————————————————-

સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળને જણાયેલી વિશિષ્ટતાપૂર્ણ બીનાઓ

૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના જન્મોત્સવ-સમારંભનું નિયોજન કરતી વેળાએ ‘શ્રીવિષ્ણુલોક સ્થિત ક્ષીરસાગરમાંના મોજાંનો ધ્વનિ અને શેષના ફૂંફાડા સંભળાતા હતા’ એવું જણાયું.
૨. શ્રીવિષ્ણુલોકનાં સ્પંદનો જન્મોત્સવ સંપન્ન થઈ ગયાના ૪ દિવસ પછી પણ જણાઈ રહ્યા હતા.
૩. જન્મોત્સવ પછી ૨ દિવસો ઉપરાંત વાવાઝોડાં-પવન સાથે વરસાદ વરસવો અને તે સમયે શ્રી દુર્ગાદેવી અને શ્રીવિષ્ણુના તત્ત્વો કાર્યરત થયા હોવાનું જણાવું
જન્મોત્સવ પછી, દિનાંક ૯.૫.૨૦૧૮ની રાત્રે ૧.૫૫ કલાકે વાવાઝોડાં સાથે પવન ફૂંકાયો અને વરસાદે રૌદ્રરૂપ ધારણ કર્યું. તે સમયે કોઈપણ જાતનો ડર લાગ્યો નહીં, જ્યારે શાંતિ જણાતી હતી. તે સમયે આકાશમાં એક બાજુ લાલ પ્રકાશ અને બીજી બાજુ વાદળી પ્રકાશ, આ રીતે બન્ને રંગોની ઝાંખી દેખાઈ રહી હતી. તેમાંથી શ્રી દુર્ગાદેવી અને શ્રીવિષ્ણુ ભગવાન બન્ને કાર્યરત થયા હોવાનું જણાયું.
૪. જન્મોત્સવ-સમારંભ ઊજવવા વિશેના નિયોજનની ૮ થી ૧૦ દિવસ પહેલાં જાણકારી મળી. ત્યાર પછી તે નિયોજન અને પ્રત્યક્ષમાં કરવાની કૃતિઓ બહુ સહજતાથી થવા લાગી. આ સહજતા વાતાવરણમાં પણ જણાતી હતી. તેને કારણે ભગવાને આપમેળે જ આનંદની અનુભૂતિ પ્રદાન કરી.
૫. જન્મોત્સવના કાળમાં મનની નિર્ગુણ અને નિર્વિચાર અવસ્થા ૮ થી ૧૦ દિવસ નિરંતર અને તે પછી પણ જણાતી હતી. અમસ્તી મનની અવસ્થા સગુણ કાર્ય માટે પૂરક પુરવાર થાય છે; પણ આ વખતે નિર્ગુણ અવસ્થાને કારણે કાર્ય આપમેળે જ થતું હતું. આશ્રમમાંનું વાતાવરણ વૈકુંઠધામ સમાન બની ગયું હતું. આશ્રમમાંના અનેક સાધકોને પણ સદર નિર્વિચાર સ્થિતિ જણાતી હતી; કારણકે વાતાવરણમાં જ નિર્વિચારતા હતી.
– (સદગુરુ) સૌ. બિંદા સિંગબાળ

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી વિશિષ્ટતાપૂર્ણ અનુભૂતિ

દિનાંક ૬.૫.૨૦૧૮ના દિવસે જન્મોત્સવ નિમિત્ત આશ્રમના કાર્યસ્થળ પર પૂર્વસિદ્ધતા જોઈ આવ્યા પછી હું મારા ઓરડામાં ગઈ. તે સમયે રાત્રિના ૧૦.૨૭ કલાકે મને ઓરડામાં વેદમંત્ર સંભળાવા લાગ્યા. મને આરંભમાં ‘તે ક્યાંથી સંભળાઈ રહ્યા છે ?’ એ સમજાતું નહોતું; તેથી મેં ઓરડાની બહાર નીકળીને ‘નજીકના મંદિરમાં અથવા અન્યત્ર ક્યાંય વગાડી રહ્યા છે કે શું ?’ તે જોયું; પણ તે મંત્ર ક્યાંય પણ લગાડ્યા નહોતા. તે વેદમંત્ર મને ઓરડામાં ૯ મિનિટ સુધી સંભળાતા હતાં. તે વેદમંત્ર શ્રીવિષ્ણુના વૈકુંઠધામમાંથી આવી રહ્યા છે, એવું મને જણાયું. તે સમયે મને એમ જણાયું કે, મારી ડાબી નાડી દ્વારા તે મને સંભળાઈ રહ્યાં છે. વર્ષ ૨૦૦૨માં મેં સનાતનના માર્ગદર્શન હેઠળ સાધનાનો આરંભ કર્યા પછી મને બ્રહ્મરંધ્રમાંથી શિવલોકમાંનું સંગીત સંભળાયું હતું. તે સમયે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ‘શરીરની પ્રત્યેક પેશીમાં સંગીત નિર્માણ કરવાની ક્ષમતા હોય છે’, એમ કહ્યું હતું. વર્ષ ૨૦૦૨માં સંભળાયેલું સદર સંગીત એ ‘વાદ્યસંગીત’ હતું અને હવે ૧૬ વર્ષ ઉપરાંત મને ઉચ્ચલોકમાંનું સંગીત સંભળાયું.. ‘શિવ એટલે હર અને વિષ્ણુ એટલે હરિ’. તેના દ્વારા ‘હરિહર ’ થયા, અર્થાત્ સંગીતમાંનો ઉચ્ચલોકનો સ્તર સંપૂર્ણ થયો. મહત્ત્વનું એમ કે મહર્ષિએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના જન્મોત્સવ સમયે મને ડાબી બાજુએ ઊભા રહેવા માટે કહ્યું હતું. તેના પરથી મને મારી ડાબી બાજુની નાડી દ્વારા શ્રીવિષ્ણુલોકમાંથી વેદમંત્ર શા માટે સંભળાયા, તે સમજાયું.
– સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

ઉત્તરાપુત્રી સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) ભણી એક શક્તિ જશે
એમ મહર્ષિ મયનજીએ કહેવું અને પૃથ્વી પર અગ્નિના રૂપમાં મળેલી સાક્ષી !

‘૪.૫.૨૦૧૮ના દિવસે સવારે જ્યારે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી નવગ્રહ યાગનો સંકલ્પ કરશે, તે સમયે ઉત્તરાપુત્રી સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) ભણી એક શક્તિ જશે. તે શક્તિની સાક્ષી પૃથ્વી પર ક્યાંક પ્રલયકારી અગ્નિના રૂપમાં મળશે.’ – મહર્ષિ મયન, પૂ. ડૉ. ૐ ઉલગનાથન્ના માધ્યમ દ્વારા (૪.૫.૨૦૧૮)
૪.૫.૨૦૧૮ના દિવસે સવારે ૯.૩૦ કલાકે સંકલ્પ વિધિ પૂર્ણ થઈ. ત્યાર પછી બપોરે ૩.૩૦ કલાકે અમને સમાચાર મળ્યા કે ‘ અમેરિકા સ્થિત હવાઈ દ્વીપ પર ‘કિલઊ’ નામક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો અને એકસો મીટર ઊંચે સુધી લાવારસ ઊછળ્યો.’ (જ્વાળામુખી અગ્નિનું એક રૂપ છે. – સંકલક)
આ સમાચાર પૂ. ડૉ. ૐ ઉલગનાથન્જીને કહ્યા પછી તેમણે કહ્યું, ‘જ્વાળામુખીનો વિસ્ફોટ થવો, એ ‘ભૂદેવી’ નો અવતાર રહેલા ઉત્તરાપુત્રી સાથે સંબંધિત છે. આજના દિવસે ગુરુદેવે ઉત્તરાપુત્રીને કહેલું આ દેવરહસ્ય છે.’ ( (સૌ.) બિંદા સિંગબાળ ભૂદેવીનું એક રૂપ છે. ભૂગર્ભમાંથી ઊછળેલો જ્વાલામુખી સ્વરૂપ અગ્નિ એ ભૂદેવીની શક્તિ છે. – સંકલક) – શ્રી. વિનાયક શાનભાગ

નવગ્રહયાગનો દેવતાએ સ્વીકાર કર્યો હોવાનું મહર્ષિ મયને કહેવું અને તેની મળેલી સાક્ષી !

‘૪.૫.૨૦૧૮ના દિવસે ગુરુદેવની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલો નવગ્રહ યાગ દેવતાઓએ સ્વીકાર્યો છે. તેની સાક્ષી એટલે આગામી ૩-૪ દિવસોમાં પૃથ્વી પર અનેક ઠેકાણે વરસાદ વરસશે અથવા પાણી સાથે સંબંધિત સમાચાર મળશે, તેમજ અગ્નિ સાથે સંબંધિત સમાચાર પણ મળશે.’ – મહર્ષિ મયન, પૂ. ડૉ. ૐ ઉલગનાથન્નના માધ્યમ દ્વારા (૪.૫.૨૦૧૮, સાંજે ૭.૫૦)
( ‘૪.૫.૨૦૧૮ના દિવસે ઉત્તર અમેરિકા સ્થિત હવાઈ દ્વીપ પરના ‘કિલઊ’ નામક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો અને એકસો મીટર ઊંચાઈ સુધી લાવારસ ઊછળ્યો એ અગ્નિ સાથે સંબંધિત સમાચાર છે.’ – સંકલક)