મ્યાનમાર ખાતે રોહિંગ્યા મુસલમાન આતંકવાદીઓ દ્વારા વર્ષ ૨૦૧૭માં ૯૯ હિંદુઓની હત્યા ! – ‘ઍમ્નેસ્ટી ઇંટરનૅશનલ’ અહેવાલ

નવી દેહલી – મ્યાનમાર ખાતે રોહિંગ્યા મુસલમાનની આતંકવાદી સંગઠનાએ ગત વર્ષે ૯૯ હિંદુઓની હત્યા કરી હતી, એવું ‘ઍમ્નેસ્ટી ઇંટરનૅશનલ’ નામક માનવાધિકાર સંસ્થાએ તેના અહેવાલમાં લખ્યું છે.

૧. મ્યાનમાર સ્થિત રાખિન પ્રાંતમાં આવેલા ખા મૉંગ સેક નામક ગામમાં ૨૫ ઑગસ્ટ ૨૦૧૭ના દિવસે ‘અકારાન રોહિંગ્યા સૅલ્વેશન આર્મી’ નામક સંગઠનાના આતંકવાદીઓએ હિંદુબહુસંખ્ય ગામ પર આક્રમણ કર્યું. ૫૩ ગામવાસીઓને આતંકવાદીઓ પર્વત ભણી લઈ ગયા અને તેમના પર નિર્દયતાથી કોઈતાથી વાર કરીને તેમની હત્યા કરી. પછી તેમના મૃતદેહ ૩ મોટા ખાડામાં ફેંકી દેવામાં આવ્યા. આમાં મોટી સંખ્યામાં બાળકો હતા. આ ઉપરાંત ૪૬ લોકો ગુમ છે. તેમની પણ આવી જ રીતે હત્યા કરીને ખાડામાં ફેંકી દીધા હશે, તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલમાં ૮ પ્રત્યક્ષદર્શીઓએ આપેલી જાણકારી પણ છે.

૨. ગત વર્ષે ‘એએફ્પી’ નામક વૃત્તસંસ્થાએ સૌથી પહેલા આ સમાચાર આપ્યા હતા. તે સમયે મ્યાનમારના સૈન્યએ આ દાવો ફગાવી દીધો હતો. હવે ‘ઍમ્નેસ્ટી ઇંટરનૅશનલ’ એ આપેલા અહેવાલને કારણે સદર વૃત્તને ટેકો મળ્યો છે.

૩. સદર આક્રમણ સમયે મોટી સંખ્યામાં હિંદુઓને પકડવામાં આવ્યા હતા. તેમનામાં ડર નિર્માણ કરવામાં આવ્યો અને પછી તેમના જ ગામમાં તેમની હત્યા કરવામાં આવી, એવી પણ અહેવાલમાં નોંધ કરવામાં આવી.

૪. એક પ્રત્યક્ષદર્ક્ષી મહિલાએ કહ્યું કે, રોહિંગ્યા મુસલમાન આતંકવાદીઓએ પુરુષોની હત્યા કરી. તેમની પાસે ચાકુ, લોખંડના સળિયા હતા. અમે ઝાડીમાં સંતાઈને બેઠા હતા. મારા પિતાજી, ભાઈ, કાકા આ બધાની હત્યા કરવામાં આવી.

* ‘રોહિંગ્યા આતંકવાદીઓએ હિંદુઓની હત્યા કરી’, આ બાબતે તે જ સમયે અંતરરાષ્ટ્રીય અને મ્યાનમારના સ્થાનિક પ્રસારમાધ્યમોએ સમાચાર આપ્યા હતા. ત્યાર પછી થોડા માસ ઉપરાંત ભારતના ‘ઝી ન્યૂઝ’ એ બનાવના સ્થળ પર જઈને આ વિશેના સમાચાર પ્રસારિત કર્યા હતા; પરંતુ ભારતના અન્ય હિંદુદ્વેષી પ્રસારમાધ્યમોએ કદીપણ આ વિશે સમાચાર આપવાનો પ્રયત્ન કર્યો નથી, આ બાબત ધ્યાનમાં લો !
* ‘યુનિસેફ’ દ્વારા રોહિંગ્યાઓના બાંગ્લાદેશ ખાતેના શરણાર્થી કેંદ્રમાં જઈને તેમને સહાયતા કરવાનું આવાહન કરનારાં ભારતીય અભિનેત્રી પ્રિયાંકા ચોપ્રા આ વિશે કાંઈ બોલશે ખરાં ?
* ભારતમાં ૪૦ સહસ્ર રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરીને વસવાટ કરી રહ્યા છે, તેમને ભારતનું નાગરિકત્વ આપવાની માગણી કરનારા હવે મોઢું ખોલશે ખરાં ?

Categories News