ગુજરાત ખાતે ૩૦૦ પછાતવર્ગના લોકો દ્વારા બૌદ્ધ પંથનો સ્વીકાર

  ઉના (ગુજરાત) – અહીં બે વર્ષ પહેલાં ગોરક્ષણના કથિત બનાવ પરથી પછાતવર્ગના લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હોવાના બનાવ પછી હવે તેમાંના એક પરિવાર સાથે જ ૩૦૦ પછાતવર્ગીઓએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ પંથનો સ્વીકાર કર્યો છે.

પીડિત કુટુંબના સદસ્ય બાલૂ સરવૈયાના દીકરા રમેશે પ્રસારમાધ્યમોને આપેલી જાણકારી અનુસાર સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૩૦૦ હિંદુઓ પછાતવર્ગના હોવાથી તેમના પર થઈ રહેલા અત્યાચારોથી કંટાળીને તેમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. સરવૈયાએ કહ્યું કે, અમારા પર થયેલા અત્યાચારને દોઢ વર્ષ વહી ગયું; પણ હજી સુધી ન્યાય મળ્યો નથી. અમારી સાથે નિરંતર ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેને કારણે અમે આજે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. (અત્યાચાર થયો; તેથી ધર્મ જ ત્યજી દેવો અયોગ્ય છે. જો કોઈ અત્યાચાર કરતું હોય, તો તેને કાયદા અનુસાર શિક્ષા થવા માટે પ્રયત્ન કરવા જોઈએ ! – તંત્રી) (૧.૫.૨૦૧૮)

Categories News