વૈદ્યકીય મહાવિદ્યાલયની પુસ્તિકામાંના માનચિત્રમાંથી કાશ્મીર ગાયબ

પાટલીપુત્ર – બિહારના કટિયાર વૈદ્યકીય મહાવિદ્યાલયના વર્ષ ૨૦૧૮-૧૯ના સ્નાતકોત્તર અભ્યાસક્રમ પુસ્તિકામાં છાપવામાં આવેલા ભારતના માનચિત્રમાંથી (નકશામાંથી) પાકવ્યાપ્ત કાશ્મીર જ ગાયબ કરવામાં આવ્યું છે. આ મહાવિદ્યાલય રાષ્ટ્રીય જનતા દળના સાંસદ અહમદ અશફાક કરીમનું છે.
‘ભારતના નકશામાંથી કાશ્મીર ગાયબ કરવું, આ દેશ તોડ્યો હોવાનું જ ષડ્યંત્ર છે’, એવો આરોપ કેંદ્રિયમંત્રી ગિરિરાજ સિંહ એ કર્યો છે. તેના વિશે મહાવિદ્યાલયના પ્રશાસને અને સાંસદ કરીમે મૌન સેવ્યું છે. ( ઉત્તરદાયીઓ પર કઠોર કાર્યવાહી કરવી જોઈએ અને અહમદ કરીમનું સાંસદ પદ રદ કરીને તેમને કઠોર શિક્ષા કરવી જોઈએ ! – તંત્રી)

Categories News