માજી ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારી દ્વારા અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને ટેકો

અલીગઢ – અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં લગાડવામાં આવેલા જીનાના છાયાચિત્ર પરથી ચડભડ ચાલુ થઈ છે. તેમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ છાયાચિત્ર કાઢવાની ના પાડી છે. તેના વિરોધમાં દેશભક્ત સંગઠનાઓએ વિશ્વવિદ્યાલયની બહાર થોડા દિવસો પહેલાં આંદોલન કર્યું હતું.

આંદોલન કરનારાઓ પર કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી વિદ્યાર્થીઓએ કરી હતી. માગણી કરનારાઓને માજી ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીએ ટેકો આપીને એક રીતે જીનાનું છાયાચિત્ર લગાડવાને ટેકો આપ્યો છે, એવું કહેવામાં આવે છે. (ભારતનું વિભાજન કરનારાઓ વિશે પ્રેમ ધરાવનારાઓનું સમર્થન કરીને અન્સારીના મનમાં ભારત વિશે કેવી ભાવનાઓ છે, તે ધ્યાનમાં આવે છે ! થોડા વર્ષો પહેલાં ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાકદિન સમયે ધ્વજવંદન સમયે અન્સારીએ માનવંદના કરી નહોતી, આ બાબત હજી પણ ભારતીઓ ભૂલ્યા નથી ! – તંત્રી)

Categories News