રમઝાનના પહેલા જ દિવસે વાઘોડિયા (ગુજરાત) ખાતે ધર્માંધો દ્વારા હિંદુઓ પર આક્રમણ

વડોદરા (ગુજરાત) – શહેરથી ૩૫ કિ.મી. દૂર રહેલા વાઘોડિયા ખાતે ધર્માંધોએ રમઝાનના પ્રથમ દિવસે જ નજીવા કારણસર હિંદુઓ પર આક્રમણ કર્યું. આ પ્રકરણમાં પોલીસે ૮ જણની ધરપકડ કરી છે અને તેમાં હિંદુ અને મુસલમાનોનો સમાવેશ છે. (ધર્માંધોએ આક્રમણ કર્યા પછી હિંદુઓએ પ્રતિકાર પણ કરવો નહીં કે શું ? ‘અમે હિંદુઓનું રક્ષણ કરીશું નહીં અને તેમને પણ પોતાનું રક્ષણ કરવા દઈશું નહીં‘, આવી વૃત્તિના હિંદુદ્વેષી પોલીસ ! – તંત્રી) તેમના પર સંપત્તિની હાનિ કરવી અને રમખાણો કરવાના ગુનાઓની નોંધ કરવામાં આવી છે.

Categories News