પાકના ગોળીબારમાં ૮ મહિનાના બાળકનું મૃત્યુ

  શ્રીનગર – જમ્મૂ-કાશ્મીરની સીમારેખા નજીકના ગામોને પાકિસ્તાનના લશ્કરે લક્ષ્ય બનાવ્યા છે. ૨૧ મેની રાત્રે પાકે કરેલા ગોળીબારમાં એક ૮ મહિનાના બાળકનું મૃત્યુ થયુ. ૨૦ મેની સવારથી તે ૨૧મેની સવાર સુધી ગોળીબાર ચાલુ જ હતો. ત્યાર પછી રાત્રે તે પાછો ચાલું થયો. ‘પાકના ગોળીબારને લીધે અમારી રાતની ઊંઘ ઉડી ગઈ છે અને જનાવરોને ચરાવવા માટે લઈ જવા પણ કઠિન થઈ બેઠું છે’, એમ સ્થાનિકોએ કહ્યું.

પાકના ગોળીબારમાં ૨૪ કલાકમાં ૭ જણાનાં મૃત્યુ

અહીં આંતરરાષ્ટ્રીય સીમા પર પાક સૈનિકોએ કરેલા ગોળીબારમાં ૨૪ કલાકમાં ૭ જણાંના મૃત્યુ, જ્યારે ૫ સૈનિક અને ૩૫ નાગરિકો ઘાયલ થયા. પાકે આ વર્ષમાં હજીસુધી ૭૦૦ વેળા શસ્ત્રસંધિ કરારનું ઉલ્લંઘન કર્યું છે. એમાં ૪૦ થી અધિક નાગરિકોનું મૃત્યુ થયુ, જ્યારે ૧૮ સૈનિકો હુતાત્મા થયા છે.

Categories News