રમજાનના સમયગાળામાં જમ્મુ-કાશ્મીર ખાતે આતંકવાદીઓના વિરોધમાં કાર્યવાહી થશે નહીં !

‘આતંકવાદના વિરોધમાં ઝીરો ટૉલરન્સ છે’, એવું કહેનારા કેંદ્ર સ્થિત ભાજપ સરકારની ગાંધીગીરીનું પરિણામ !

નવી દેહલી – જમ્મુ-કાશ્મીરમાં રમજાનના સમયગાળામાં જેહાદી આતંકવાદીઓના વિરોધમાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે નહીં; પરંતુ જો સામેથી આતંકવાદીઓ દ્વારા કાર્યવાહી થાય, તો નિર્દોષ લોકોનો જીવ બચાવવા માટે પ્રતિઆક્રમણ કરવાની છૂટ સૈનિકોને હશે, એવો આદેશ કેંદ્રિય ગૃહમંત્રાલયે સૈન્યને આપ્યો છે. રમજાન માસમાં સૈન્ય આતંકવાદીઓના વિરોધમાં કોઈપણ શોધ-અભિયાન ચલાવી શકશે નહીં. સર્વસામાન્ય લોકો માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેંદ્ર સરકાર પાસે આ માગણી કરી હતી. (કાશ્મીરમાંના કહેવાતા સર્વસામાન્ય નાગરિકોમાંથી જ સહસ્રો લોકો આતંકવાદીઓના વિરોધમાં કાર્યવાહી કરનારા ભારતીય સૈનિકો પર પત્થરબાજી કરીને આતંકવાદીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. તે લોકો પર કાર્યવાહી કરવાની માગણી મહેબૂબા મુફ્તી કેંદ્ર સરકાર પાસે ક્યારે પણ કરે છે ખરાં ? વર્તમાનમાં પણ મહેબૂબા મુફ્તીએ કરેલી માગણી એટલે આતંકવાદીઓનું સમર્થન અને આતંકવાદીઓ રમજાન ઊજવી શકે, (તે માટે જ છે.)

સૈન્યના ‘ઑપરેશન ઑલ આઊટ’ પર માઠી અસર

ભારતીય સૈન્યએ કાશ્મીરમાંના આતંકવાદીઓના વિરોધમાં ગત કેટલાક મહિનાઓથી ‘ઑપરેશન ઑલ આઊટ’ ચાલુ કર્યું છે. તેમાં ગત વર્ષે ૧૦૦ કરતાં વધુ, જ્યારે ગત મહિનામાં ૧૩ કુખ્યાત આતંકવાદીઓને મારી નાખ્યા છે. સરકારના આદેશને કારણે સૈન્યના સદર ‘ઑપરેશન’ પર મહિના માટે પ્રતિબંધ મૂકાશે અને આતંકવાદીઓને નવી કાર્યવાહીઓ કરવા માટે ષડ્યંત્ર રચવામાં પૂરતો સમય મળવાનો છે.

કાશ્મીર ખાતે એક દિવસમાં ૪ ઠેકાણે આતંકવાદી આક્રમણો

એક બાજુ કેંદ્ર સરકાર ૧૭મી મે થી ચાલુ થનારા રમજાન કાળમાં જમ્મુ-કાશ્મીર ખાતે આતંકવાદીઓના વિરોધમાં એકતરફી શસ્ત્રસંધિ ઘોષિત કરી રહી હોય, ત્યારે જ કાશ્મીરમાં ૧૬ મેના દિવસે આતંકવાદીઓએ ૪ ઠેકાણે આક્રમણો કર્યાં. શોપિયાં જિલ્લાના જામનગરીમાં આતંકવાદીઓએ સૈન્યના પહેરો ભરનારા વાહન પર આક્રમણ કર્યું. ત્યાં મોડીરાત સુધી અથડામણ ચાલુ હતી. શ્રીનગરમાં ૨ જ્યારે પુલવામામાં ૧ આક્રમણ કરવામાં આવ્યું.

રમઝાનના બીજા દિવસે પણ ઇસ્લામી દેશ પાક દ્વારા સૈન્ય ચોકીઓ પર ગોળીબાર

* સીમા સુરક્ષા દળનો સૈનિક હુતાત્મા * ૪ નાગરિકોનું મૃત્યુ

  શ્રીનગર (કાશ્મીર) – પાકે ૧૮મી મે ના પરોઢિયે ભારતીય સૈન્યની ચોકીઓ પર કરેલા ગોળીબારમાં સીમા સુરક્ષા દળનો સીતારામ ઉપાધ્યાય નામક સૈનિક હુતાત્મા થયો, જ્યારે ૪ નાગરિકોનું મરણ થયું છે, તેમજ ૧ સૈનિક ઘાયલ થયો. આનો ભારતીય સૈનિકો દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો. એક દિવસ પહેલાં પાકના સૈનિકોએ સાંબા જિલ્લાની સીમા પર કરેલા ગોળીબારમાં ૧ સૈનિક ઘાયલ, જ્યારે ૧૬ મે ના દિવસે ૧ સૈનિક હુતાત્મા થયો હતો. સીતારામને ૩ વર્ષની એક દીકરી અને ૧ વર્ષનો એક દીકરો છે.

Categories News